________________
મુનિજીવનની બાળથી કરવી જોઈએ. ભાવના માત્રને દીક્ષાની ગ્યતા સમજી લેવાની ભ્રમણામાંથી ગુરુવેગે બહાર નીકળી જવું જોઈએ. જે ગુરુવર્ગ જ અધીરે કે લાલચુ બનશે તે બિચારા નિર્દોષ જીને દીક્ષિત–જીવનમાં પારાવાર હાનિ તે થશે, પણ દીક્ષા લઈને પસ્તાયાને પ્રત્યેક પળે નિસાસે નાંખતાં રહીને એવું તીવ્ર મેહનીય કર્મ તે બાંધશે કે અસંખ્ય ભવે પણ પુનઃ મુનિજીવન હાથમાં નહિ આવે.
વિરાગ વિનાને ત્યાગ જે ત્યાગના દેખાવમાં ચાલુ જ રહે તે એટલે ભયાનક અને એટલે બેકાબૂ રાગ એ ત્યાગના ઓઠા નીચે જન્મે કે જેના અસહ્ય દબાણના વિકૃત રૂપે કલેશ, કંકાસ અને કચ્છમાં પ્રગટ થાય એ ગ્રુપનું વાતાવરણ એટલું બધું કલુષિત થવા પામે કે તે વિરાગ વિનાની એક જ ત્યાગી દીક્ષિત વ્યક્તિ તેને ભગ નહિ બને પણ તેને ગુરુવર્ગ અને સહવતી વગ બધા ય કલુષિત વાયુમંડળને ભેગ બન્યા વિના નહિ રહે.
" જે આ સ્થિતિ ન સર્જવા દેવી હોય તે પાત્રતાને વિચાર અને તેની ભારે સેટીને ગુરુવર્ગે ગંભીરપણે ધ્યાનમાં લેવાં જ પડશે; નહિ તે ફરિયાદો ચાલુ રહેશે અને ઉકેલે કદી નહિ જડે.