________________
મુનિજીવનની બાળપોથી બીજાઓની સામે જોયા વિના સ્વાત્મકલ્યાણને ભેખ લેવાને છે. આ તે એને પ્રવજ્યા પૂર્વેને ભીમસંક૯૫ છે કે, “બીજાઓના દેના ચેપમાં જરાય ફસડાયા વિના હું મારું આત્મકલ્યાણ આરાધવામાં એકાકાર બનીને રહીશ.” આ જ તે તેના જ્ઞાનગર્ભિત વિરાગનું મુખ્ય લક્ષણ છે.
હવે એ આત્મા શી રીતે વાયુની અસરમાં ઝડપાઈ જઈને દોષનો ટોપલો તેની ઉપર ઓઢાડી દઈને નિર્દોષ છૂટી શકશે ?
એ; ત્યાગી આત્મન ! આવી દલીલબાજી કે આક્ષેપબાજી કર મા ! એ તે તારું આપઘાતી વલણ છે. તું જ તારે વધસ્તંભ કાં ઊભું કરે !
ઊઠ, ઊભે થા... આજથી નવેસરથી આરાધનાના માગે અપ્રમત્ત થા... ચાલ ઊઠ, તારી પાછળ અનંત પરમેષ્ઠી ભગવંતનું અખૂટ બળ સહાય કરવા ક્યારનું સજજ બનીને ખડું છે!
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૯) કાપ અંગે
૧. સામાન્યતઃ જલદી જલદી કાપ કાઢવે ન જોઈએ. છેવટે ઓછામાં ઓછા ૧૫ દિવસે કા૫ કઢાય તે ખૂબ જરૂરી છે