________________
૪૨
મુનિજીવનની બાળથી માનસિક રીતે ભયંકર રિબામણ અનુભવતા હોય છે. એમને પુણ્યવંતા સંસારીજનોના મેહક રંગરાગ જોતાં; કે દીક્ષા- જીવનના કેટલાક કલેશ અથવા કષ્ટ અનુભવતાં એવા પણ વિચારે આવી જતા હોય છે કે, “મેં કયાં દીક્ષા લીધી? કેવી ઉતાવળ કરી નાંખી ? વગેરે...”
આવા વિકલ્પની પળમાં ક્યારેક એવું તીવ્ર, ચારિત્ર્ય મેહનીય કર્મ પણ બંધાઈ જતું હોય છે કે જેથી અસંખ્ય બે સુધી પણ કદાચ ચારિત્ર્ય–જીવનની પ્રાપ્તિ ન થાય!
આવી હારાકીરી (આપઘાત) ન સર્જવા માટે મનની આ નબળી કડી વહેલામાં વહેલી તકે દુર કરી દેવી જોઈએ. એ માટે વિરાગભરપૂર – જેવા કે જ્ઞાનસાર, ઈન્દ્રિયપરાજય શતક, ઉપદેશમાળા, વૈરાગ્ય કલ્પલતા (માત્ર પહેલે સ્તબક) પ્રશમરતિ પ્રકરણ, શાન્ત સુધારસ-આટલા થળે–ને અર્થ સહિત કંઠસ્થ કરી લેવા જોઈએ. પછી હિમેશ તેમાંના ૫૦૦ શ્લેકને અર્થચિંતનપૂર્વક પાઠ. કરવું જોઈએ.
આનું ચમત્કારિક પરિણામ જોવા મળશે.
આત્માને સદા એક શીખ સ્વયં આપવી જોઈએ કે, “હે આત્મન ! તને માંડ માંડ જૈનશાસન અને તેમાંય સર્વવિરતિનું સર્વોચ્ચ જીવન મળ્યું છે. હવે એને બરબાદ કરી નાંખે તેવા મનના દુષ્ટ વિકલ્પને તું શિકાર કાં બને ! જે આ એક ભવ પણ આ જીવનની