________________
મુનિજીવનની બાળપોથી સુંદર સ્પર્શના કરી લઈશ તે અગણિત દુઃખે અને પાપોથી ખીચોખીચ ભરેલા આ કાળા સંસારથી થોડા જ ભવમાં વિસ્તાર પામી જઈશ. માટે મક્કમ થઈ જા.. ઊઠ! આત્મન ! જાગરણની ધરતી ઉપર ઊભો થઈ જા.. સૌ સારાં વાનાં થશે.”
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૧૦) સાબુદાણા અંગે :
હવે સાબુદાણા જૈન માત્રથી વાપરી શકાય નહિ.. કેમકે તે ટેપીઓકો નામના કંદમૂળમાંથી તૈયાર થાય. છે. આ કંદમૂળનો લોટ કરીને તેના દાણા પાડવામાં આવે છે; જે સાબુદાણા તરીકે ભારતમાં વેચાય છે. આ સાબુદાણા બેંગલોર બાજુ તૈયાર થાય છે. પૂર્વે એ ભક્ષ્ય. હતા; પરંતુ આ પ્રકારની તેની નવી બનાવટના કારણે કંદમૂળના ત્યાગીથી આ બનાવટ વાપરી શકાય નહિ. (૧૧) નદી ઊતરવા અંગે :
કેટલીક વાર નદી ઊતરવાને પ્રસંગ પડે છે ત્યારે, ગૃહસ્થ પાણીમાં પગાં (પથ્થર) ગઠવી દે છે. તેની ઉપર પગ મૂકીને પૂજ્ય પસાર થાય તે તેમને દેષ ન. લાગે તેવી માન્યતા હોય છે.