________________
મુનિજીવનની બાળપોથી
૫૫ લેવાને નિર્ણય કર્યો અને એક દી ચંદનબાળાના પંથે એણે ડગ માંડી દીધો.
(૧૬) પિતાની દીકરીને સાસરે વળાવ્યા પછી પિતાને ખબર પડી કે ગામમાં જિનાલય નથી. “જિનાલય વિનાના ગામમાં દીકરીનું જીવન તો બરબાદ થઈ જાય !” તરત જ પાંચ લાખ રૂ. જેટલી રકમ જુદી ફાળવીને તે ગામમાં પિતાએ સ્વદ્રવ્ય શિખરબંધી આરસનું જિનાલય બંધાવવાનું ચાલુ કરી દીધું !