________________
મુનજીવનની બાળપોથી તેમ-ક્યાં ય ઊડીને ભાગે નહિ–અને તે માટે જે તેને સમાધિભાવથી સિદ્ધ થયેલા ઔષધને પાક આપીને મૂર્શિત કરી દેવામાં આવે તે ક્યાં ય ઊડીને ન જતાંકલયાણમય સિદ્ધિ પ્રાપ્ત થવામાં પછી તે જરાય વાર લાગે નહિ.
કેવું વિચિત્ર છે આ ચિત્તરૂપી પંખીડું ! રતિ અને અરતિ નામની પોતાની બે પાંખે વિસ્તારીને–ઊડીને જગના ગગનમાં ભટક્યા જ કરે છે.
જે એની આ સ્વછંદતાનું વારણ ન થાય તો એના માલિક આત્માને દુર્ગતિના કારાગારમાં લાંબા સમય સુધી ધકેલાઈ જવું પડે.
છે કેઈ એને પકડી લેના૨ પાંજરું? કે જેથી એની સ્વછંદતા દૂર થાય? હા....એ પિંજરનું નામ છે સમાધિપિંજર.
સમાધિભાવ પ્રાપ્ત થયા પછી ચિત્તને રતિ, અરતિ અને સ્વચ્છંદતા કશું ય જાગતું નથી.
સમાધિમાન મહાત્માઓને શેકરૂપી શંકુની વ્યથાજનિત આકુળ-વ્યાકુળતા કદી થાય જ નહિ; કેમકે તેઓ સદૈવ એવા ભાવજ્ઞાનથી પરિણત હોય છે કે જેના કારણે પુત્ર, પત્ની, ધન, મિત્ર, શરીર અને ઘરથી પિતાની જાતને સદા ભેદના ભાવથી જ નિહાળતા હોય છે. હવે તે પુત્રામુ. ૫