________________
પાઠ : ૬
અષ્ટ પ્રવચનમાતા
સંસારમાં જન્મ લેતાં આત્માના શરીરની જાળવણી માટે જન્મદાત્રી એક જ માતા પૂરતી હતી. પણ તે આત્મા
સંયમ” નામનું સંતાન પ્રાપ્ત કરે છે ત્યારે તેની જાળવણી માટે આઠ આઠ માતાઓની જરૂર પડે છે, જેને પ્રવચનમાતા કહેવાય છે.
જે આઠ બાબતને પ્રવચન–માતાઓ કહી તે ઉપરથી વિચારવું કે તે આઠ બાબતે સંયમજીવનની રક્ષા માટે કેટલી બધી મહત્ત્વની હશે ?
જેની પાસે શાનું બીજું કશું વિશેષ જ્ઞાન નથી તે માલતુષ મુનિને પણ જ્ઞાની કહ્યા છે તેનું કારણ એ જ છે કે તેમની પાસે પ્રવચનમાતાઓનું જીવંત જ્ઞાન હતું. તેઓ આ પ્રવચન–માતાઓના સંપૂર્ણ પાલક હતા.
આ પ્રવચન–માતાનું સ્થૂલ સ્વરૂપ આ પ્રમાણે છે: (૧) ઈસમિતિ – જેઈને ઃ ઉપગ પૂર્વક–ગમનગમનાદિ કરવા. (૨) ભાષાસમિતિ– નિરવદ્ય ભાષા બેલવી. (૩) એષણ સમિતિ – ગોચરી, પાણી વગેરે શાસ્ત્રોક્ત દેશે વિનાના લાવવાની વિધિ કરવી. (૪) આદાન ભંડમત્તનિકુખે