________________
મુનિજીવનની બાળપેથી
આટલું ધ્યાનમાં લેવા જેવું
R
(૧૮) મુખાદિ–પ્રક્ષાલન અંગે :
કેટલાકને મુખ વગેરે જોવાની ઈચ્છા થાય છે, ક્યારેક તેનો અમલ પણ થાય છે. મુનિ-જીવન માટે આ વૃત્તિ અને પ્રવૃત્તિ અત્યન્ત ઘાતક છે. આવી સ્થિતિવાળા આત્માઓનું બ્રહ્મચર્ય ક્યારેક આતમાં આવી પડે તે મને જરા ય નવાઈ ન થાય; કેમકે આ પ્રવૃત્તિ જ પતન તરફના પગરણરૂપ છે.
શાસ્ત્રકાર પરમષિઓએ તે બહાર–સ્થડિલ-ભૂમિએ જઈને આવ્યા બાદ પણ–પગ દેવાની મનાઈ કરી છે. માત્ર
ક્યાંક પગ ખરડાયા હોવાની શંકા હોય તે જ તેનું પ્રક્ષાલન થઈ શકે, પણ તે ચ સામાન્યતઃ છબછબીઓ કરીને તે નહિ જ. નિષ્કારણ અંગપ્રક્ષાલન એ બ્રહ્મચર્યનું ઘાતક બની શકે છે. માટે જ ખાનને પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ને? એથી પણ મુનિઓ ગૃહસ્થની જેમ જિનેશ્વરદેવની અષ્ટપ્રકારી પૂજા નથી કરતા ને? (૧૯) પાતરાદિના પ્રતિલેખન અંગે:
સવારે પારસી ભણાવીને જે પાતરા, તરણ, પલા, ઝોળી, ગુચ્છા આદિનું પ્રતિલેખન કરવાનું હોય છે તે સૂત્ર પિરસી ભણાવીને–બબર સમયે કરવાનું હોય છે. એને