________________
૧
મુનિજીવનની બાળપોથી
કેવી કમાલ વાત ગઈ છે કે જેના કારણે આપણે જગતમાં યશકીર્તિ પામી રહ્યા છીએ તે સંયમ અને તેની માતાઓની જ ઉપેક્ષા કરી છે! બેસવાની જ ડાળ ભાંગવાનું કામ આપણા હાથે થઈ રહ્યું છે.
નૂતન દીક્ષિતોને આ અંગેની સાચી કઈ તાલીમ મળતી નથી. એઓ પણ ઉઘાડા મેંએ બોલતા; પૂંજ્યા વિના પ્રવૃત્તિ કરતા, પરઠવવાની અવિધિઓ કરતા થોડા જ દિવસના દીક્ષા પર્યાયમાં જોવા મળે છે.
ઉકરડામાં ગુલાબ પડે તે ય શું? પછી તે એ ય ઉકરડો જ બને ને ?
આ ખૂબ જ ગંભીર બાબત છે. આપણે સહુએ આ માતાઓના પાલન વગેરે તરફ દુર્લક્ષ કરવાનું બંધ કરવું જોઈએ. જે બાહ્ય પ્રવૃત્તિઓ વધી જવાથી આમ બન્યું હોય તે થડા સમય માટે તે બધી બાહ્ય પ્રવૃત્તિઓ છેડી દેવાનું જરા ય બેટું નથી; પરન્તુ આ માતાઓની ધરાર અવગણના તે અત્યન્ત અહિતકર બની રહેશે.
આ જોઈને ક્યારેક એવું તારણ નીકળે છે કે ભૂતકાળના મહાત્માઓ કદાચ આજના મહાત્મા જેટલા વિદ્વાન નહિ હોય પરંતુ સંયમી તે પૂરા હતા.
આજે? વિદ્વાન ઘણું હશે પણ સંયમપાલનમાં સાવ કાયર બની ગયા હશે.