________________
મુનિજીવનની બાળથી વણ સમિતિ – પંજી પ્રમાજીને દરેક વસ્તુ લેવા-મૂકવી. (૫) પારિષ્ઠપનિકા સમિતિ–માત્રુ વગેરે પરઠવતાં ઉપગ રાખવો (જેથી જીવહિંસાદિ ન થાય.) (૬) મનગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ. – મન, વચન અને કાયાને અશુભ ગોથી નિયન્દ્રિત રાખવા. અને શુભમાં પ્રવર્તાવવાં.
ચારિત્ર્યધર્મના જઘન્યકેટિના પાલનમાં આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું સ્થાન અત્યંત આવશ્યક ગણાય છે. જેની પાસે આટલું ય જ્ઞાન કે પાલન નથી તે જઘન્યથી પણ ચારિત્ર્યધર કહેવાતું નથી.
વર્તમાનકાળની તે એવી કમનસીબી છે કે આ. પ્રવચન-માતાઓની ભારોભાર ઉપેક્ષા થઈ છે.
નીચે જોઈને ચાલવાને બદલે આડુંઅવળું ઊંચું જોતાં ચાલવું વાત કરતાં ચાલવું વગેરે તે સામાન્ય બાબતે થઈ પડી છે.
બોલતી વખતે મુહપત્તિને ઉપગ લગભગ નષ્ટપ્રાયઃ થયેલ છે. પૂજવા, પ્રમાર્જવાનું તે ભાગ્યે જ યાદ આવતું હશે. ટૂંકમાં આઠે ય માતાઓ અણમાનીતી થઈ પડી હોય તેવી સ્થિતિ પેદા થવા લાગી છે.
આમ છતાં સહુનું પોતાનું શાસન – આહારપાણીની પ્રાપ્તિથી માંડીને મહેન્સ કે જિન–મંદિરાદિનાં નિમણે વખતે મોટી પત્રિકાઓ બહાર પાડવા વગેરે રૂપ–ખૂબ સારી. રીતે ચાલી રહ્યું છે માટે આ માતાઓની ઉપેક્ષા સંબંધી લેશ પણ ચિંતા લગભગ કોઈને થતી નથી.