________________
-મુનિજીવનની બાળથી -ભક્તિ અવિવેક્યુરી બનીને રાષ્ટ્રદ્રોહમાં પરિણમતી જેવા મળે છે..
પણ તે એવી રીતે મજબૂત કરવું જોઇએ, જેથી રાષ્ટ્ર પણ વધુ ને વધુ મજબૂત થાય. પક્ષને મજબૂત કરવાની કઈ પણ ભેજના એવી ન જ હોવી જોઈએ કે તેથી રાષ્ટ્રને હાનિ પહોંચી જાય.
હવે આ વાતને મૂળ વાત ઉપર ગોઠવીએ. ધર્મક્ષેત્રના વિષયમાં પણ પક્ષો જોવા મળે છે. આ પક્ષે જે શાસનને મજબૂત કરતા રહે તે તેમનું અસ્તિત્વ ખૂબ આવકાર્ય ગણાય. પણ પક્ષના ઝનૂનમાં ચડીને જે તેઓ ધર્મશાસનને હાનિ પહોંચાડે તે તેમની પક્ષપરસ્તીને કદી આવકાર્ય ગણી શકાય નહિ.
આવી અવિવેકભરી પક્ષપરસ્તીને કદી સ્પર્શવી ન ઘટે. ઉચિત પક્ષ જરૂર સારે છે પણ તેનું અંધતાભર્યું ઝનૂન -જરા ય સારું નથી. સ્વપક્ષના લોકો ગમે તેવા કનિષ્ઠ તે ય શ્રેષ્ઠ અને વિપક્ષના લોકો ગમે તેવા શ્રેષ્ઠ તે ય કનિષ્ઠ એ વિચાર ઝનૂનને સૂચક છે.
આવી વિષમતાને કઈ ભેગ ન બને તે પક્ષ દ્વારા -શાસનને સુગઠિત બનાવવાનું કામ તેઓ ખૂબ સારી રીતે કરી શકે.
વિપક્ષના માણસેને પૂરતા પ્રમાણેના આધારે વધુમાં વધુ તે મોટા કહી શકાય, પણ તેથી કાંઈ તેમને ધિકારી તે ન જ સમય.