________________
પાઠ : ૪ મનની એક નબળી કડી
કેટલાક માણસના મનની એક નબળી કડી હોય છે. એમને જે દૂર હોય તે પ્રિય લાગે છે અને જે નજીક હિય તે અપ્રિય લાગે છે. એવી માતાને ઘરમાં રમતો દીકરે કડ ઝેર લાગે છે, પણ જ્યારે તે રજાના દિવસોમાં મામાને ઘેર એકાદ માસ માટે ચાલ્યા ગયે હોય છે ત્યારે તેની યાદ તે માતાને અત્યંત સતાવતી હોય છે. આવા માણસેને શિયાળાના દિવસોમાં ઉનાળો સારે લાગતું હોય છે અને ઉનાળાના દિવસો દરમ્યાન શિયાળ જ સારે જણાતું હોય છે.
મુનિજીવન પામવાની અભિલાષા સેવતા કેટલાક મુમુક્ષુઓનાં પણ મન જ્યારે આવી નબળી કડીને ભેગ -બન્યાં હોય છે ત્યારે ભારે મુસીબત ઊભી થાય છે. એમને
જ્યાં સુધી દીક્ષા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી સંસાર ખારે ઝેર અને દીક્ષા “અમૃતનો કુંભ જણાય છે. પણ જ્યારે તેઓ દીક્ષા લે છે ત્યારે પેલી નબળી કડીના કારણે દીક્ષા ખારી ઝેર બને છે, અને સંસાર મીઠા મધ લાગવા માંડે છે ! આવા આત્માઓ દીક્ષાના જીવનમાં