________________
૪૮
મુનિજીવનની બાળપોથી એવી કેટલીક બાબતે છે જેમાં વ્યાપક પ્રમાણમાં રોગ ફેલાયો હોવા છતાં દવા નહિ જડવાના કારણે રેગનો જ ઈન્કાર કરી દેવામાં આવ્યા છે, અને આથી રોગ વધુ ને વધુ ઉગ્ર બનતે ગમે છે. તમારા ખીસામાં. રૂપીઆ ન હોય તેથી ઊંચી ગુણવત્તા ધરાવતે દુકાનને માલ તમે ન ખરીદી શકે એ બની શકે. પણ માલખરીદવાના પૈસા ખીસામાં નથી એથી શું એવું કદી કહી શકાય ખરું કે, “દુકાનમાં માલ જ નથી ?” આના જેવી કેટલીય વાતે આપણે કરતા હોઈએ છીએ એમ શું નથી લાગતું ?
સાધ્વીગણના મવડીઓ ખૂબ ગંભીર બનીને જે રોગને ઈલાજ શેધવાનો યત્ન કરશે તે જરૂર તે ઇલાજ મળી રહેશે.
પણ જે તેઓ આજના જેવી જ ઉપેક્ષા અને સબસલામતની સાયરન બજાવ્યા કરશે તે ઘણું વ્યાપક અહિત સંઘને માથે ઝીંકાશે.
મને ખ્યાલ છે ત્યાં સુધી આ વિષયમાં ખૂબ જ ગંભીરપણે ચિંતન કરતાં સાધ્વી–ગણના એક મેવડીએ. કેટલાંક વધુ કડક પગલાં લેવા માંડ્યાં છે. દરેક મુમુક્ષુને. તેઓ વધુ સારી રીતે તૈયાર થવા માટે ચાર માસ પૌષધમાં રહેવાની, નિત્ય એકાશન કરવા વગેરેની આકરી કસેટીઓમાં મૂકે છે. એમ કરતાં પાંચ પાંચ વર્ષ પણ. પસાર કરી દેવા સુધીનો ક્યારેક તેઓ નિર્ણય લે છે.