________________
મુનિજીવનની બાળપોથી જે સંયમ પામ્યા છીએ તેને ભારે સફળતાથી પાર ઉતારવું હોય તે સંયમી સહવતીઓની એકબીજાની લાગણી, મમતા કે હૂંફથી જ તે શક્ય છે.
આવી હૂંફ કેણ નથી ઇચ્છતું? બધાને સારી એવી મમતા આપવાની પહેલી ફરજ તે વડીલોની જ છે. જે તેઓ જ પક્ષપાતભર્યું વલણ દાખવશે કે કોઈને પણ તરછોડી નાંખશે તો તે વ્યક્તિ કેટલી તીવ્ર માનસિક વ્યથા અનુભવશે? તેને જે તેના સંસારી માતાપિતાદિ યાદ આવશે કે “દીક્ષા લીધી તે ભૂલ કરી તે દુવિચાર મનમાં પિદા થશે તે આ બધાંમાં જે નિમિત્ત બન્યાં હશે તે કેટલાં તીવ્ર અશુભકર્મો બાંધશે ? કેવી કારમી દુર્ગતિમાં તેઓ પટકાશે ?
મને તો લાગે છે કે વાતાવરણમાં શાન્તિ અને સંયમની આરાધના પેદા કરવાના પુરુષાર્થમાં કે પુણ્યાઈમાં જેમને નિષ્ફળતા મળી હોય તેમણે કમસે કમ થોડાંક વર્ષો માટે તો નવી દીક્ષા આપવાનું બંધ કરવું જોઈએ.
અંબાડી ઉપાડવાની શક્તિ જ ન હોય તેણે તે ઉપાડવાને આગ્રહ ન રાખવું જોઈએ.
A આથી નવા પુણ્યાત્માઓના જીવનને ધોકો તે નહિ લાગે.
બાકી જે પ્રતિકૂળતા, સહિષ્ણુતા, નિરપેક્ષતા, દેષદષ્ટિત્યાગ અને વાત્સલ્યભાવને ગાઢ સ્પર્શ કરવામાં આવે તે ગમે તેવા સંકટ વચ્ચે ય સ્વર્ગ ઊતરે.