________________
૪
મુનિજીવનની બાળપોથી
આ બધું ન થવા દેવું હોય તો આરોગ્યને સહજ રીતે સાચવવું જોઈએ.
આરોગ્યને સાચવવાની ભૂમિકામાં કુપને ત્યાગ. જ હોવો જોઈએ. જે તે પળે અને ઔષધોનું સેવન ન હોવું જોઈએ.
સંયમીનું જીવન જ એવું છે કે તે ઔષધો, અનુપાને અને પથ્યના ઘેરાવાથી જીવી જ ન શકાય. હા...... ત્યાગની ભૂમિકા ખૂબ જ અનુકુળ અને સહજ થઈ પડે..
તમામ કુપને ત્યાગ કરવું જોઈએ. તેથી કદાચ એંસી ટકા જેટલું આરોગ્ય આપમેળે સારું થઈ જશે.
બાકી ભસ્મ કે એલોપથીની દવા વગેરે ઉપર આરોગ્ય ટકાવવામાં જીવનભરની તેની ગુલામી ઘર કરશે તદુપરાંત કેઈ પણ પ્રકારની વિશિષ્ટ આરાધના લગભગ અસંભવિત બની જશે. (૧૩) તીર્થભૂમિમાં દર્શન અંગે :
પાલીતાણું વગેરે તીર્થભૂમિમાં સાધુ-સાધ્વીજીને જ મુખ્ય બનાવીને જે “ભક્તિ કરવામાં આવે છે અથવા તે તેમના જ માટેનાં જે રસોડાં ચલાવાય છે તેમાં ગોચરી, પાણી વહેરી શકાય નહિ. આવી જ રીતે જે તે ક્ષેત્રમાં નિર્વાહ કરવાની ફરજ પડતી હોય તે તે ક્ષેત્રમાં સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે બહુ થેડી તીર્થયાત્રા કરીને ત્યાંથી વિહાર કરી જ તે ઉચિત છે. આપણી