________________
૩૪
મુનિજીવનની બાળપોથી નિયમ ન પાળી શકાય તે છેવટે શક્ય અને ઉચિત તેટલા વધુ અંતરે અને વિભૂષાવૃત્તિ વિના કાપ કાઢ એટલુ તે નક્કી જ રાખવું.
પ્રશ્નોત્તરી
સવાલ (૫) પાલીતાણ જેવાં સ્થળોમાં સાધીઓને વિશેષત: અગવડ પડે છે; કક્યારેક અપમાન પણ વેઠવું પડે છે, તે ત્યાં તેમના માટે વિશેષ સગવડ ન કરવી જોઈએ ?
જવાબ : સમ્યગ્દર્શનની નિમળતા માટે સંયમયાત્રા વહન કરતાં કરતાં સહજ રીતે તીર્થયાત્રા થઈ જતી હોય તો અવશ્ય કરવી જોઈએ. પરંતુ સંયમયાત્રાની ઉપેક્ષા કરીને તીર્થયાત્રા કરવી તે ઉચિત નથી.
શત્રુંજય જેવા તીર્થાધિરાજની સ્પર્શના કરવા માટે કોનું મન ઉલ્લસિત ન થાય ! દસ-પંદર વર્ષે એકાદ વાર એવા તીર્થની સ્પર્શના થતી રહે છે તેમાં કાંઈ
ટું પણ નથી પરંતુ ત્યાં વધુ સમયનું રોકાણ કરવાથી જે દોષિત ગોચરી લેવા વગેરે સ્વરૂપ અસંયમ પિષ પડતે હોય, કે અપમાન થવા સુધીની સ્થિતિ પણ કયારેક સર્જાતી હોય તે ત્યાં વધુ સમય રહેવું એ ધરાર ઉચિત નથી.