________________
૩૮
મુનિજીવનની બાળપોથી ઈદ્રિના ઉન્માને શાંત કરવા માટે જ કરવાનું છે. એની સાથે એ પણ કાળજી કરવાની છે કે ઇંદ્રિ કે આરાધનાના શુભ ગે ક્ષીણ ન થઈ જાય.
ઈન્દ્રિયોને મહર્ષિઓએ ગધેડાની ઉપમા આપી છે, જે એને વધુ ખાવાનું અપાય તે તેફાન કરે; ઓછું ખાવાનું દેવાય તો ભાર વહન ન કરી શકે.
આ ઉપરથી સમજવું કે જ્ઞાનીઓએ તપને પીડાકારક કે દુઃખદાયક કહ્યો નથી.
ટૂંકમાં, શરીરના બૈરી થઈને શરીર પાતળું કરવા માટે તપ નથી પરંતુ ઈદ્રિના ઉન્માદને રેકીને તેને સમ્પ્રવૃત્તિમાં જોડી રાખવા માટે તપ કરવાનો છે.
(૨) જેઓ સંયમ પામીને પ્રમાદાદિ સેવે છે તેઓ આ લેકમાં તો નિંદાય છે જ પણ પરલેકમાં કિલિબષિકાદિ દેવ થયા બાદ પણ પિતાના પૂર્વભવને જોતાં “હાય ! મેં પ્રમાદાદિથી સંયમજીવન કેવું બરબાદ કરી નાખ્યું ! એવો વિચાર કરીને ખૂબ પસ્તાય છે.
જે જિનવાણીના જાણકાર છે છતાં આ લોકના. ભેજનાદિના સુખમાં લંપટ બને છે તેઓ તે જિનવાણુના અજાણ કરતાં ય ખૂબ જ વધુ દયાપાત્ર છે.. બિચારા ! તળાવે આવીને તરસ્યા પાછા ગયા !
ઉપદેશમાળા, કલેક : ૨૫૯-૨૬૦..