________________
૩૫
મુનિજીવનની બાળથી
છતાં જે ત્યાં વધુ સમયનું રોકાણ કરવામાં આવે અને ઊભા થતા પ્રશ્નના ઉકેલ માટે સગવડે કરવામાં આવે તો તેમાં ત્યાગી સંઘનું હિત નથી. કેમકે તેમને તેમના જ માટે ખૂલતાં રસેડાંદિની ભિક્ષા વગેરે લેવી એ ખુલ્લેખુલે નિષ્ફર અસંયમ છે. એનાથી નિર્મળ ચિત્તપરિણતિનું સર્જન થવું ભાગ્યે જ સરળ છે.
વળી, તેમને જગા ન મળતાં, જે તેમના માટે ધર્મશાળા જેવા ઉપાશ્રય બનાવાશે તે કલેશ અને સંકલેશને મિકળાં મેદાન મળી જશે. એકત્ર સ્થળે વધુ પડતી મોટી સંખ્યા દ્વારા થતે અતિરેક અને અતિ-સહવાસ ઘણા વિચિત્ર પ્રશ્નનેને પેદા કર્યા વિના રહેશે નહિ.
આ બધું વિચારતાં એમ લાગે છે કે ટૂંકા દિવસમાં તીર્થયાત્રા કરીને તેવાં સ્થળેથી વિહાર કરી દે એ જ ઉચિત છે. આથી અનેક ગામોને પણ તે ત્યાગીઓને લાભ પ્રાપ્ત થશે,
સવાલ (૬) આપણે ત્યાં વિપશ્યના જેવું થાન શા માટે નથી ? વિપશ્યનાને આરાધી શકીએ ખરા ?
જવાબ : આપણી પ્રતિકમણ વગેરે સ્વરૂપ ઉભય ટંકની આવશ્યકાદિ ક્રિયાઓમાં જ એકાકારતા, ઉપગદશા રૂપ દયાન સમાએલું છે. તે તે ક્રિયામાં અને તે તે સૂત્રોમાં ઉપયોગભાવ એ જ આપણું જેની ધ્યાન છે. એને ઉપેક્ષીને બીજું કઈ ધ્યાન થઈ ન શકે. એ સાચવીને