________________
૧૪
મુનિજીવનની બાળપોથી પિરસી ભણાવવી જોઈએ. તેમાં જેટલું મોડું થતું જાય તેટલું તેનું પ્રાયશ્ચિત્ત વધતું જાય. કેટલાક સંયમધરો આ બાબતમાં વિશેષ પ્રમાદ સેવતા જોવા મળે છે. ધારે કે પિણે નવે પિરસી ભણાવવાની હોય તે દસ વાગે, સાડા દસ વાગે, કે અગિયાર વાગે પણ ભણાવાતી હોય.
કઈ ખાસ કારણ વિના આમ કરી શકાય નહિ.
હજી ક્યારેક ખાસ કારણે પાંચ-સાત મિનિટ વહેલી પારસી ભણાવી શકાય પણ મેડી ભણાવવા તરફનું વલણ તે બને ત્યાં સુધી ન જ રાખવું જોઈએ.
(૬) ચોમાસું બેસતાં પહેલાંની જયણા અંગે :
ચાતુર્માસ બેસતાં પહેલાં-વરસાદ શરૂ થતા પૂર્વે જ રેકઝીન વગેરે જાતના કેટલાક કવરે ઉપર; [કાગળ કાઢીને ઉપર ચૂને ફેરવી દેવાનું ખૂબ જરૂરી છે. દાંડા ઉપર પણ ચૂને ઘસી દેવો જોઈએ. જો તેમ ન કરવામાં આવે તે પાણી કે ભેજ લાગી જતાં તે વસ્તુઓ ઉપર ફૂગ વળી જાય છે. આથી તે પુસ્તક વગેરે ઉપગમાં લઈ શકાય નહિ. તે ચીજોને એવા કોઈ છત વગેરે ઉપર દિવસો સુધી – ક્યારેક મહિના સુધી પણ – મૂકી દેવી પડે છે.
આવી વિરાધના ન થવા દેવા માટે પહેલેથી જયણાનું ભારેમાં ભારે ચીવટપૂર્વકનું લક્ષ રાખવું જોઈએ.