________________
મુનિજીવનની બાળથી
૧૭ પંથે સફળતા મેળવવી હોય તો શાસ્ત્રજ્ઞ માતાઓ કહે કે, “તું તે ઉ૯લાસનું જતન કર.” એ ઉલલાસ કે એ આત્મકલ્યાણની શ્રદ્ધા તને બધા જ બળ પૂરા પાડશે. કોઈનાં વ્યંગભર્યા વાગ્મા સામે એ કવચ બનશે; કેઈની હેરાનગતિ સામે તારું રક્ષણ કરશે; આરોગ્ય તૂટી પડતાં તારા ચિત્તને એ હામ આપશે. અને ઉપકારીજન-ગુરુજનને વિરહ થતાં તને જીવવાનું બળ આપશે.
શ્રદ્ધા કે ઉલ્લાસ જ આપણા જીવનના ત્રાણુ અને પ્રાણ છે. શ્વાસ અને ઉછુવાસ છે.
જેરથી વીંઝાતે પવન એકાએક પડી જાય તેમ જેમના જીવનમાંથી ઉલ્લાસ ખતમ થઈ જાય છે તેમનું મુનિજીવન નિષ્માણ કલેવર બની જાય છે.
આથી જ, ગમે તે ભેગે-જે કાંઈ એવું પડે તે બધું કરી લઈને એ પ્રથમ દિનના “ઉલ્લાસને સદા ટકાવી રાખવો જોઈએ.
જેમ વધુ પ્રતિકૂળતા તેમ વધુ ઉલ્લાસ.
જેમ વધુ પાપોદયે દુઃખનાં આગમન તેમ તે ઉલાસના દીપમાં વધુ જોરદાર ઉછાળા.
લીધું જ છે સંયમ, તે હવે પાળી જ જાણીએ.
યુદ્ધના મેદાનમાંથી પીછેહઠ કેવી? એ તે કાયરનું કામ છે. મહેપાધ્યાયજીએ વૈરાગ્ય કલ્પલતામાં પ્રેરણા દેતાં કહ્યું છે કે, “હે સંયમધર આત્મન ! યાદ રાખ કે મુ–૨