________________
મુનિજીવનની બાળપોથી આ જ રીતે ચાલુ ઉપગમાં ન લેવાના – વહોરી. લીધેલા ઘડાઓનાં મેં – ઘડા પૂંજી લીધા બાદ – નાના કટકાઓથી બાંધી દેવા જોઈએ. આથી તેની અંદર બાવા વગેરે થતાં સંભવિત વિરાધનાઓ થવા પામે નહિ.
જયણા આપણું જીવન છે, જીવમાત્ર પ્રત્યેની કરૂણા એ આપણે ભાવ. સંયમના જીવનના પ્રત્યેક શ્વાસે શ્વાસે ધબકાર છે. “શિવમસ્તુ સર્વ જગતઃ એ માત્ર બેલવાની વસ્તુ નથી. જેને શિવપદ પામવું છે તે સંસારત્યાગીએ. તે સક્રિય રીતે જીવમાત્રના શિવનું આરાધન કરવાનું છે. (૭) કામની માં કપડે નાખવા અંગે :
કાળના સમયમાં બહાર જવું પડે ત્યારે કામળી. ઓઢવાની વિધિ છે. પણ આ ઉનની કામળીની અંદર સૂતરને એટલે જ મેટે કપડાં નાંખો એકદમ અનિવાર્ય છે. કામળો ઓઢતાં બે વાત ખ્યાલમાં રાખવી જોઈએ. (૧) કામળી આખી ખેલીને શરીરને વધુમાં વધુ તેનાથી. ઢાંકીને ઓઢવી. કામળીનાં બે કે ચાર પડ કરીને તેને માત્ર માથા ઉપર નાંખી દેવી તે ઉચિત નથી. (૨) ઓઢેલી કામળીની અંદર સુતરને કપડે જેડ. વળી ઉતાર્યા બાદ તેને દસેક મિનિટ સુધી તો ન જ સંકેલવી; પણ સાવ ખુલ્લી મૂકી દેવી.
આ બે ય બાબત કામળીના કાળમાં બહાર નીકળતી વખતે અમલમાં મૂકવાની છે તેમ ઉઝઈની વિરાધનાની શક્યતા વખતે પણ અમલી બનાવવાની છે.