________________
મુનિજીવનની બાળપોથી જમાવટ – ધીમી તે ય – સારી, કે જેમાં “પ્લસ” ભલે થોડા જ (ફાયદા) છે પણ “માઈનસ (ગેરફાય)–એકે ય નથી.
સવાલ (૪) સાધ્વીગણ પ્રત્યે જૈન સંઘ કાંઈક વધુ ઉપેક્ષાવૃત્તિ રાખે છે તેમ આપને લાગતું નથી ?
' જવાબ : હા...એવું જરૂર કહી શકાય ખરું. જે કે એ ઉપેક્ષાથી આવી પડતી પ્રતિકૂળતાઓનું જીવન એ તો તે સાધ્વીજી માટે આત્મકલ્યાણમાં અત્યંત ઉપકારક બની રહે તેમ છે. જે કે સાધુઓ તરફ ઢળતી વિશેષ ભક્તિ કે સગવડે તેમનામાંના કેટલાકનું પતન જે રીતે અત્યંત સંભવિત બનાવી મૂકે છે તે દુઃખદ બીના સાધ્વીગણને જોવાની રહેતી નથી, તો પણ જૈન સંઘને શ્રાવકગણ ઉપેક્ષા દાખવવાને કારણે છે ઠપકા–પાત્ર તે નથી જ.
બેશક આનાં અવળાં અર્થઘટન કરીને સાધ્વીજીઓના સંઘને જમાનાવાદના વાતા વાયરામાં ગોઠવી દેવાની વાત કઈ “સુધારક કરી દે તે સંભવિત છે, પરંતુ આપણે તેવી વાત કરવી નથી. માત્ર સાવગણના સંયમી જીવનના આરોગ્ય, સ્વાધ્યાય, વિહાર અને શાસ્ત્રોક્ત પદ્ધતિના વિકાસ માટે જન સંઘે ગંભીર બનીને જાગ્રત થવું જોઈએ એટલું જ અહીં જણાવવું પર્યાપ્ત લાગે છે.
આ ઉપેક્ષામાંથી જ સાધ્વીઓના ચિત્તતંત્રમાં કેટલાક એવા વિક્ષોભ પિદા થાય છે કે જે તેમના સંયમ