________________
૧૫
મુનિજીવનની બાળપોથી થવાને હવે દસ જ મિનિટની વાર હતી. તેમણે ભારે સ્કૂતિ કરી અને તેની એક જ મિનિટ પૂર્વે વસતિમાં પ્રવેશ કરી દીધો. પ્રતિજ્ઞા-પાલન કર્યાને તેમનાં મેં ઉપર અપાર આનંદ ઊભરાતે હતે. (૧) તાજેતરમાં એક આચાર્ય–ભગવતે વર્ધમાન તપની
બીજી વખત સો ઓળી પૂર્ણ કરીને પારણું કર્યું. (૨) એક શ્રમણે પાસકે આજીવન આંબિલ કરવાની પ્રતિજ્ઞા
લઈને વર્ધમાન–તપના આંબિલ શરૂ કર્યા. એક પણ ઓળીનું પારણું કર્યા વિના એક સે ઓળી પૂર્ણ કરીને આગળ વધી રહ્યા. તેમણે ઘણી ખરી ઓળીઓ ઠામ ચોવિહાર, અલૂણું અને એક કે
બે જ દ્રવ્યથી પૂરી કરી છે. (૩) એક ભાઈએ ધર્મપત્નીની પ્રેરણાથી સ્વ દ્રવ્ય જિના
લયનું નિર્માણ કર્યું છે, જેમાં લગભગ ત્રીસ લાખ રૂ.ને વ્યય થઈ ચૂકી છે. હજી કામ ચાલુ છે. પિતાના ભંડારની આવક તેઓ બહાર આપે છે પણ પિતાના આ જિનાલયમાં વાપરતા નથી.