________________
મુનિજીવનની બાળથી ભરી દઈને ત્યાં મા–બાપની સેવા થાય” એ વિચાર પણ ન કરાય. સેવાને પૈસાના માધ્યમથી કદી પણ તેલશો નહિ. જે માતાપિતાએ ભારે જહેમત ઉઠાવીને સંતાનોને મોટાં કર્યા એ વડીલેની સેવા જે સંતાનને ભારે પડી જતી હોય તે આવાં સંતાનોને જન્મ પણ આ ધરતીને માટે કલંકરૂપ છે.
“ઘરડાં-ઘરને કાળ હવે નજદીકમાં જ આવી રહ્યો છે. સરકાર જ તેની વ્યાપક પેજના કરશે પણ એની નજર તે રાષ્ટ્ર અને અનાજની અછતના કાયમી પ્રશ્ન તરફ મંડાયેલી છે એટલે એ જે કાંઈ કરશે તેમાં આ
ખ્યાલ તો તે રાખશે જ. “સેવા એ કાંઈ તે “ઘરડાઘરની સ્થાપના પાછળને શુદ્ધ-ઉદેશ નહિ જ હોય. શું આપણે પણ આ પરિસ્થિતિ તરફ ઢસડાશું?
જીવનભર ખેડૂતને કમાણે કરાવી આપતા બળદ વૃદ્ધ થાય ત્યારે તેને કતલખાને મોકલી દેવાની આજની ઘાતકી અને સ્વાર્થીપ વિચારણા જેટલી જ–સમાન આ. વિચારણું છે.
આથી તો એક દિવસ પ્રજાને એક સૂત્ર મળશે કે, “જે નકામા તે જીવવાને નાલાયક.” ભૂલા, લંગડા, ગાય. વગેરે રો; વૃદ્ધ બાળકો અને છેલ્લે માતાપિતાદિ વૃદ્ધો.
હાય! કેવી ભયંકર પતેતી તરફ આ દેશની પ્રજા સફતપૂર્વક તણાવાઈ રહી છે.