________________
(23) અન્ય ઉપદેશકો કરતાં ભિન્ન એવો ઉપદેશ આપવાની આતુરતાને અનાવૃત્ત કરતો સંદેશ તેમના ચુંબકીય વ્યક્તિત્વ અને પ્રભાવક વાણી સાથે ઓતપ્રોત થઈ ગયો. (24) જીવનની તલસ્પર્શી વાસ્તવિકતાઓ અંગે મહાવીરમાં વેધક સૂઝ હતી.
(25) પ્રત્યેક બાબતમાં મહાવીરે ઉચ્ચતર, શ્રેષ્ઠતર અને વધુ ઉમદા માર્ગો સૂચવ્યા.
(26) શિષ્યો સાથે મહાવીરને અનન્ય સંબંધો હતો. (27) મહાવીરે પોતાની આગવી શૈલી વિકસાવી.
મહાવીરના વ્યક્તિત્વ સંબંધી
(28) મહાવીરમાં અદ્વિતીય ગાંભીર્ય, શાંતતા અને સ્વસ્થતાના ગુણ
હતા.
(29) મહાવીર અન્યોની ઇચ્છાઓ અને અપેક્ષાઓ સાથે કોઈ પણ ભોગે પોતાના સિદ્ધાંતોની બાબતમાં એટલા માટે સમાધાન સાધવાનો પ્રયત્ન કરતા હતા કે જેથી તેમની સાથે કોઈ પણ પ્રકારની કડવાશ પેદા ન થાય.
(30) મહાવીર ઉત્તમ સુંદર સ્વભાવ સ્વરૂપ ધરાવતા હતા. (31) મહાવીર મનુષ્યોની વચ્ચે મનુષ્ય તરીકે જીવવા માગતા હતા અને નહિં કે સુપ્ત શક્તિઓવાળી અતિ નિષ્ણાત અને ભૂલથી પર એવી વ્યક્તિ તરીકે.
(32) પ્રાણીમાત્ર પ્રત્યે મહાવીરને સાચો પ્રેમ હતો.
(33) સત્ય માટેના પ્રેમ અને સહિષ્ણુતા માટેનું મનોબળ અન્ય કરતાં અત્યંત ચઢિયાતું હતું.
XX