________________
(8) બ્રાહ્મણ તરફી લોકોના દૃષ્ટિબિંદુમાં થયેલો એવો ફેરફાર કે
જેને લીધે તેઓ બૌદ્ધોતરફી કે જૈનોતરફી બન્યા તે ધીમો અને સૂક્ષ્મ હતો. કેટલાક ઉપદેશકોનાં નામોનાં મૌલિક અર્થઘટનો અને તે
અર્થઘટનોમાં રહેલું સત્ય. (10) મહાવીરના ગર્ભના પરિવર્તનની વાર્તા એ માત્ર અન્ય
યતિઓની બનાવટ હતી. (11) ત્રિશલાનાં સ્વપ્નો એ મનોવૈજ્ઞાનિક આધાર હતો. (12) તેમના બાળપણના બનાવોનાં વર્ણનો દંતકથાઓની
લોકવાયકાઓની તીવ્ર અસરનું પરિણામ હતું. (18) પૂર્વ કેવલી સમય દરમ્યાન મહાવીરના જીવનની દૈનિક
પરિચર્યા (14) પૂર્વ કેવલી સમય દરમ્યાનના કેટલાક *બનાવોનો સમીક્ષાત્મક
અભ્યાસ અને તેનાં દેખીતાં તારણો.
મહાવીરના ઉપદેશ વિશે
(14A)મહાવીરે માનવમાત્રની સમાનતાની હિમાયત કરી અને
સદ્ગુણોના, સંવર્ધન દ્વારા “સ્વ'ના શુદ્ધિકરણમાં તેઓ માનતા હતા. મહાવીરનું વલણ અમર્યાદ અનાવસ્થા તરફનું ન હતું, પરંતુ ઉચ્ચ ખાનદાનમાં જન્મ અંગેના અભિમાનના ચોક્કસ
નિરસન પ્રત્યેનું હતું. (15) મહાવીરે ખાસ કરીને સ્ત્રીઓના માનસિક વિકાસની ગત્યાત્મક
* ગુંજાશને પારખી, મહાવીરે તેમના અધિકારોને પણ સ્વીકાર્યા. (16) સ્ત્રી એ મુક્તિ મેળવવા ઇચ્છતા મનુષ્ય માટે મૂકવામાં
આવેલો મોટામાં મોટો ફાંસલો છે. મહાવીરે તેના ઉક્ત રૂપે સૂચવ્યું કે આ ફાંસલામાંથી મુક્તિ મેળવવા માટે મનોવિકારો પર માત્ર અંકુશ મેળવવો એટલું જ પૂરતું નથી, પરંતુ તેમના પર પ્રભુત્વ પ્રસ્થાપિત કરવું આવશ્યક છે.
xviii