________________
આ કાર્યને ચાર વિભાગોમાં વહેંચ્યું છે. પ્રથમ વિભાગ તેમના જીવન સાથે સંબંધિત છે. દ્વિતીય વિભાગ આ અતિ સમર્થ વ્યક્તિના ઉત્થાનમાં ભાગ ભજવનાર યુગ અને તત્કાલીન પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. તૃતીય વિભાગ તેમના કેટલાક અતિમહત્ત્વના સમકાલીનોનાં જીવન અને ઉપદેશોનો સંક્ષેપ સાર આપે છે. ચતુર્થ વિભાગ મહાવીરના ઉપદેશો સાથે સંબંધિત છે અને તેમાં તેમના ઉપદેશોનું મૂલ્યાંકન સમાવિષ્ટ છે. અન્યો દ્વારા અવલોક્તિ એવી નવી હકીકતો અને આ હકીકતોના નૂતન સંબંધોની ખોજ અંગેની બાબતો : (1) મહાવીર ઐતિહાસિક રીતે અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા
અને તેઓ કોઈ કાલ્પનિક વ્યક્તિ ન હતા એ સત્યનિઃશંકપણે
પ્રગટ કરવું. (2) માનવીય મર્યાદાઓ ધરાવતા માનવી તરીકે મહાવીર. (3) માનવીય વ્યક્તિત્વ તરીકે મહાવીર માત્ર કેટલીક અતિમાનુષી
શક્તિઓ ધરાવતા હતા, પરંતુ તેઓ સર્વોપરી ભગવાન ન
હતા કે જે અજાયબી ભરી બાબતો કરી શકે, તે દર્શાવવું. (4) કૈવલત્વ અર્થાત એકત્ર થયેલી મસ્તિષ્ક અને હૃદયની
સંપૂર્ણતાનો સરવાળો એ માત્ર મહાવીરના છેલ્લા જન્મના પ્રયત્નોની મદદથી પ્રાપ્તિ થયેલી નહોતી, પરંતુ અગાઉના
તેમના શ્રેણીબદ્ધ જન્મોના પ્રયત્નોનું ફળ હતું, તે દર્શાવવું. (5) મહાવીરની પ્રકૃતિ અને ચારિત્ર્યની કેટલીક હકીકતોનો મૌલિક
અભ્યાસ કરવો. મહાવીરનું વ્યક્તિત્વ સંકુચિત પૂર્વગ્રહવાળા તત્કાલીન વૈરાગીઓ કરતાં અલગ અને વિશેષ હતું. ઉપરોક્ત તફાવતને તેમના દૃષ્ટિબિંદુમાં લાવવામાં તેમના યુગ અને પરિસ્થિતિએ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
1 ભરવાડનો પ્રસંગ, 2 આસિકિગ્રામીનકથા, ૩ અકચંદાકા ઘટના, 4 ચંડકૌશિકનો સંવાદ, 6 સંગમાકા યાતનાઓ, 6 અમરેન્દ્રની કથા, 7 મારવા અંગેની કથા
xvii