________________
૩
૬. પાતાનાથી પૂર્વે થઈ ગયેલા ગ્રન્થકારાની જ્ઞાતવ્ય ઉત્તમ બાબતાને સંગ્રહ અને ઉપેક્ષણીય બાબતાના પરિત્યાગ.
૭. સક્ષિપ્ત સૂત્રશૈલીમાં અનેક વિષયાનુ કરેલુ વ્યવસ્થિત સંકલન વગેરે.
મમ્મટની બહુમુખી પ્રતિભા—પાણ્ડિત્યે વર્ણવેલી અનેક વિશેષતાઓના કારણે આ ગ્રન્થ એક આકર (ખાણુ) ગ્રન્થ બની ગયા છે. અને એ એટલા બધા સમાન્ય જેવા અને પ્રમાણભૂત બની ગયો છે કે અનેક ગ્રન્થકારાએ પોતાના ગ્રંથમાં ‘તત્યુત્ત' દાબ્યપ્રજાશે' એમ કહીને તેને અતિ સમાદર કરીને ગ્રંથની પ્રામાણિકતા ઉપર મહેાર-છાપ મારી આપી છે.
મમ્મટ માત્ર કાવ્યશાસ્ત્રના જ જ્ઞાતા ન હતા. તેઓ વ્યાકરણ, વેદાન્ત, રમીમાંસા, ન્યાય, સાંખ્યાદિ શાસ્ત્રના પણ શ્લાઘનીય જ્ઞાતા હતા. જે વાત તેમના મૂલ અને ટીકાના વિવેચનથી પૂરવાર થાય છે. અન્ય દનેાના વિશાળ જ્ઞાનના કારણે જ રસાસ્વાદના સ્વરૂપદર્શનમાં બ્રહ્મરસાસ્વાદ જોડે તુલનાત્મક ચર્ચા કરી છે. માયા, પ્રપંચ કે માક્ષ પ્રાપ્તિને લગતાં આપેલાં ઉદાહરણા, રસાસ્વાદ, ખિતયેાગિતાજ્ઞાન, તેિતરજ્ઞાનની વિલક્ષણતા, નિર્વિકલ્પ તથા નિર્વિકલ્પક જ્ઞાનને વિષયક માનવું કે કેમ ? આ બધી બાબતે તેમના વેદાન્ત વિષયક વિશાળ જ્ઞાનને છતું કરે છે. વળી ન્યાયશાસ્ત્રના પણ તેઓ સારા જ્ઞાતા હતા.
વળી ‘મમ્મટ' શબ્દ તેના અર્થ અને તેની શક્તિ વિષે ગંભીરપણે પ્રામાણિક વિવેચન કરે છે. તેમણે પર્ શબ્દની સત્ શબ્દ સાકાંક્ષતા અને નિરાકાંક્ષતાની ચર્ચા કરી છે. ત્યાં તેમની પડિતાઈ સ્પષ્ટપણે ઝળકી ઊઠી છે. અને ભીમસેનના ઉદ્ગારને જોઈએ તા તેમણે મમ્મટને વાવતાવતાર' અર્થાત્
સરસ્વતીના અવતાર જેવા કલા છે.
અન્યપ્રકાશ મૂલના સ્વપ પશ્ચિય :
હવે આપણે અહીં તા કાવ્ય પ્રકાશના સ્વલ્પ નામ માત્રના પિરચય કરીએ.
આ ગ્રન્થનાં દશ ઉલ્લાસ છે. અને દરેક ઉલ્લાસ કોઈને કોઈ વિશિષ્ટ હેતુના પૂરક હોવાથી નીચે જણાવેલા નામ–વિષયથી અલંકૃત છે.
પ્રથમ ઉલ્લાસ–કાવ્ય પ્રયાજન કારણ સ્વરૂપ વિશેષ નિય.
દ્વિતીય ઉલ્લાસ-શબ્દાર્થ સ્વરૂપ નિણૅય.
તૃતીય ઉલ્લાસ–અર્થ વૃં જક્તા નિય ચતુર્થં ઉલ્લાસ—ધ્વનિભેદ–પ્રભેદ નિરૂપણુ પંચમ ઉલ્લાસ—ધ્વનિ—ગુણીભૂત, વ્યંગ્ય સંકીર્ણભેદ નિરૂપણુ ષષ્ઠે ઉલ્લાસ-શબ્દાર્થ ચિત્ર નિરૂપણુ સપ્તમ ઉલ્લાસ–દોષ દર્શન
અષ્ટમ ઉલ્લાસ–ગુણાલંકારભેદ નિયતગુણુ નિહ્ય,
નવમ ઉલ્લાસ–શબ્દાલંકાર નિય,
દશમ ઉલ્લાસ–અર્થાલંકાર નિર્ણય.
આ પ્રમાણે વિષયા છે.
૧. જુઓ હા. ત્ર, સૂ, ૭ તેમજ પાંચમા ઉલ્લાસમાં મહિમભટ્ટ મતનું ખંડન ૨. હૈ, જિ. મંજૂષા તા કાવ્યપ્રકાશને પ્રમાણભૂત ગ્રન્થ લેખે છે.