________________
e
દુરાગ્રહ સેવ્યો નથી. પણ તટસ્થ રીતે જ પેાતાના પુરાશામીના વિવિધ મતાના ઉલ્લેખ કરવા સાથે પોતાને માન્ય મતાનું ઉપસ્થાપન કર્યું છે, અને તે ઘણી સ્પષ્ટતા સાથે કર્યું” છે,
પ્રસ્તુત કૃતિ અ ંગે કંઈક
પહેલા કહી ગયા તેમ પૂજ્ય ઉપાધ્યાયજીના હસ્તાક્ષરવાળી જે પ્રતિ મળી તે પ્રતિમાં શરૂઆતના ૧ થી ૬ પાનાં નથી, સાતમા પાગાથી ખીન્ન ત્રીજા ઉલ્લાસની ટીકાના પ્રારંભ થાય છે, એટલે સહેજે તર્ક થાય કે શું પહેલા ઉલ્લાસની ટીકા હશે અને તે ટીકા પાછળથી નષ્ટ થઈ ગઈ હશે ? નિય કરવાને માટે કાઈ સાધન ઉપલબ્ધ નથી, પણુ ખીજી રીતે વિચારતાં એમ પણ લાગે કે ઉપાધ્યાયજી પોતે ન્યાયાવતાર' પુરુષ હેાવાથી તેમના પ્રિય વિષય નવ્યન્યાયનેાજ રહ્યો છે, અને નવ્યન્યાયને ઉપયોગ કરી શકાય તેવા લાક્ષણિક ઉલ્લાસા મુખ્યત્વે ખીજા--ત્રીજા ખેજ છે, એટલે આ બે જ ઉપર ટીકા કરી હેાય તેમ માનવા મન વધુ પ્રેરાય. પ્રતિના શરૂઆતના છ પાનાં એમનો ખીજી કાઈ કૃતિના પણ હેાઈ શકે, જે નષ્ટ થઈ ગયાં હોય કાં અલગ પડી ગયા હાય, જે ડાય
જો હેમચન્દ્રાચાર્યજી કૃત કાવ્યાનુશાસન ઉપરથી ઉપાધ્યાયજીએ રચેલી ‘અલ”કાર ચૂડામણિ' ટીકાઉપલબ્ધ થઈ હાત તા કદાચ કાવ્યપ્રકાશના આદ્ય કે અગ્રિમ ઉલ્લાસે પર ટીકા કરી હતી કે મ? તેને નિÖય કરવાનું કદાચ સરળ થાત. ખીજી કમનસીબી એ છે કે ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓની એકથી વધુ હસ્તલિખિત નકલ ઉપલબ્ધ હેાતી નથી.
પ્રતિ પરિચય :
ખે ઉલ્લાસવાળી એક પ્રતિ પાલીતાણા જૈનસાહિત્યમંદિરમાં રહેલા શ્રો મુક્તિકમલ જૈનમેાહન ગ્રન્થ ભંડાર'માંથી મળી હતી. પણ તે ઘણી જ અશુદ્ધ હતી. આવી જ પ્રતિ ખીન્ન ભડારમાંથી મળી હતી. પણ તે ઘણી જ અશુદ્ધ હતો. આવીજ અશુદ્ધ પ્રતિ બીજા ભંડારમાંથી પણ મળી હતી. આ પ્રતિ કાઈ વિશિષ્ટ પરિચયને પ્રાપ્ત ન હેાવાથી તેના પરિચય આપતા નથી. સામાન્ય રીતે એક પ્રતિ ઢાઈએ ઉતારી મેટા ભાગે તેના ઉપરથીજ ખીજી નકલા થતી હતી. એટલે જેવી પહેલી હોય તેવા જ ખીજીના જન્મ થાય.
પાછળથી ઉપાધ્યાયજી ભગવંતે સ્વહસ્તે લખેલી પ્રતિ જે મળી અને જે પ્રતિ આજે શ્રી લાલભાઈ દલપતભાઇ વિદ્યામંદિર'માં વિદ્યમાન છે, તેજ પ્રતિની ફાટાસ્ટેટ' ક્રાપી મારી પાસે છે. જેમાં પ્રારંભના ૧ થી ૬ પાનાં નથી. અને વચમાં પણ કાઈ કાઈ પાનાં નથી આ પાનાં એક સરખાં માપનાં અક્ષરાથી લખાયાં નથી. અક્ષરા નાનાં મેટાં છે, અને એના કારણે પ્રતિપૃષ્ઠમાં લીંટીઓની સખ્યામાં પણ સારા એવે એટલે ૨૨ થી ૧૬ ૫ક્તિ વચ્ચેના તફાવત જોવા મળે છે. એથી જ પ્રતિ પ"ક્તિના અક્ષરાનાં ધારણમાં પણ તફાવત રહે તે સ્વાભાવિક છે. આ તફાવત ૬૨ થી પર અક્ષર વચ્ચેના છે પ્રતિને આકાર ૨૫ × ૧૧ સે, મીટરનેા છે.
અભિવાદન
અન્તમાં આ તકે પરમપૂજ્ય ગુરુદેવા, સહાયક સાધુ-સાધ્વીઓ, મારા સહકાર્યકરા, સંસ્થાના ટ્રસ્ટી–મંત્રીઓ, નામી અનામી સહાયકા અને દાતારા વગેરેનું અભિવાદન કરૂ છે,