Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન જતાં તેમનામાં ફેરફાર થવા લાગ્યા અને ધીરે ધીરે આર્યોની એ બંને શાખાઓ એકબીજથી વધુ ને વધુ જુદી પડતી ગઈ. હિંદના આ ઉપર તેમનાથીયે પુરાણી હિંદની દ્રવિડ સંસ્કૃતિની ભારે અસર પડી હતી. મેહન-જો-દડે આગળ જે સંસ્કૃતિના અવશેષે આજે આપણને મળી આવે છે તેની પણ તેમના ઉપર કદાચ અસર પડી હેય. આર્ય અને દ્રવિડ લેકેએ એકબીજા પાસે પરસ્પર ઘણી આપલે કરી અને એ રીતે આખા હિંદ માટે સહિયારી સંસ્કૃતિ રચી.
એ જ પ્રમાણે, આર્યો ગ્રીસમાં આવ્યા ત્યારે, ત્યાં વિકસેલી નાસાસની પુરાણી સંસ્કૃતિની પણ ગ્રીક આર્યો ઉપર અસર પડી હેવી જોઈએ. એની અસર તેમના ઉપર પડી હતી ખરી, પરંતુ તેમણે નસાસ તથા તેની સંસ્કૃતિનાં બાહ્ય અંગેને નાશ કર્યો અને તેનાં ખંડિયેરે ઉપર પિતાની નવી સંસ્કૃતિ રચી. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ પ્રાચીન સમયના ગ્રીક અને હિંદી આર્યો ખડતલ અને જબરા લડવૈયા હતા. તેઓ વીર્યવાન હોવાથી તેમણે પિતાના માર્ગમાં આવનાર સુંવાળા અને વધારે સંસ્કૃત લેકને પિતામાં સમાવી દીધા અથવા તેમને નાશ કર્યો.
ઈસુના જન્મ પહેલાં લગભગ એક હજાર વરસ ઉપર નેસાસ નાશ પામ્યું; અને નવા ગ્રીક લેકએ ગ્રીસ અને તેની આસપાસ આવેલા બેટમાં વસવાટ કર્યો. સમુદ્રમાર્ગે તેઓ એશિયામાઈનેરના પશ્ચિમ કિનારે ગયા, દક્ષિણ ઇટાલી અને સિસિલી ગયા તથા છેક કાંસની દક્ષિણ સરહદ ઉપર પણ પહોંચ્યા. ફાંસમાં તેમણે મારસેલ્સ વસાવ્યું. પરંતુ તેમના ગયા પહેલાં ત્યાં આગળ ઘણું કરીને ફિનિશિયન લેકેનું થાણું હતું. તને યાદ હશે કે ફિનિશિયન લેકે એશિયામાઈનોરના સમર્થ દરિયે ખેડનાર લેક હતા. તેઓ વેપારની શેધમાં દૂર દૂરના પ્રદેશમાં જતા. પ્રાચીન સમયમાં, ઈગ્લેંડ જંગલી અવસ્થામાં હતું ત્યારે, તેઓ ત્યાં સુધી પણ પહોંચ્યા હતા. જિબ્રાલ્ટરની સામુદ્રધુનીમાં થઈને તેમની લાંબી દરિયાઈ સફર જોખમોથી ભરેલી થઈ પડી હોવી જોઈએ.
ગ્રીસની ભૂમિ ઉપર ઍથેન્સ, સ્પા, થીઝ અને કરિન્થ વગેરે વિખ્યાત નગરે ઊભાં થયાં. ગ્રીક, અથવા તેમને તેમના અસલ નામથી ઓળખવા હેય તે, હેલન લેકના આરંભકાળની હકીકત “ઇલિયડ” અને “ડેસી' નામનાં બે પ્રખ્યાત મહાકાવ્યમાં મળી આવે છે. એ