Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३६८
• श्रुतपरम्पराऽव्यवच्छेदकरणोपदेश: 0 प अतो गुरुभिः अविनीतस्य विनीतताऽऽपादनीया, विकृत्यादिगृद्धस्य गृद्धिः त्याजनीया, कोपन, शीलस्य क्षमाप्रियता सम्पादनीया, मायाविनः बकवृत्तिः मोचयितव्या । इत्थमयोग्योऽपि योग्यताऽऽ" पादनेन यथावसरं तथाविधग्रन्थाऽभ्यासे योज्यः । र यदि स्वाधिकार-पदादिकमदृष्ट्वा कर्तव्यपालनदृष्टिः गुरूणां स्थिरा स्यात्, यदि च गुरु श -विद्यागुरुप्रभृतिगोचरविनय-भक्ति-बहुमानादिपरतया शिष्यादिभिः शास्त्रभ्यासः क्रियेत तदा श्रुतपरम्पराया क अविच्छिन्नत्वं सम्भवेत् । इत्थं श्रुतपरम्पराऽविच्छेदकरणोपदेशः स्वभूमिकौचित्येन ग्राह्यः। ततश्च
“रागाऽऽईणमऽभावा, जम्माऽऽईणं असंभवाओ य अव्वाबाहाओ खलु, सासयसोक्खं खु सिद्धाणं ।।" " (श्रा.प्र.३९२, सं.र.शा.९७१४) इति श्रावकप्रज्ञप्तौ संवेगरङ्गशालायां च प्रदर्शितं सिद्धसुखं सुलभं " ચાતા૧૬/રા.
* માયાવીને માયા છોડાવવી જ (તો.) તેથી જે શિષ્ય અવિનીત હોય તેને વિનીત કરવા માટે ગુરુએ પ્રયત્ન કરવો. વિગઈ, મીઠાઈ, ફૂટ, ફરસાણ વગેરેમાં આસક્ત એવા શિષ્યને વિગઈ વગેરેની આસક્તિ છોડાવવા માટે ગુરુએ પ્રેરણા કરવી. ઝઘડો કરનાર શિષ્યને ક્ષમા રાખવા, માંગવા અને આપવા માટે ઉત્સાહિત કરવા. તેમજ માયાવી શિષ્યને માયાના નુકસાન સમજાવી, માયા-દંભ-આડંબર-કપટ-બકવૃત્તિ છોડાવવા માટે
ઉલ્લસિત કરવા. આ રીતે અયોગ્ય શિષ્યને યોગ્ય બનાવી છે તે અવસરે તેવા તેવા ગ્રંથોનો અભ્યાસ 2 ગુરુએ કરાવવો.
..તો શ્રુતપરંપરા અવિચ્છિન્ન બને ધી (દિ.) જો પોતાના અધિકાર-પદ-સત્તા વગેરે તરફ નજર રાખવાના બદલે કર્તવ્યપાલન તરફ
ગુરુવર્ગ-વડીલવર્ગ પોતાની દૃષ્ટિને કેન્દ્રિત કરે તથા આશ્રિતવર્ગ પણ ગુરુ, વિદ્યાગુરુ વગેરેની ભક્તિ, એ વિનય વગેરેમાં ઉલ્લસિત બની શાસ્ત્રાભ્યાસ કરે તો શ્રુતની પરંપરા અવિચ્છિન્ન બને. આ રીતે
શ્રુતપરંપરાને અખંડ બનાવવાનો આધ્યાત્મિક સંદેશ અહીં સહુ કોઈએ પોતપોતાની ભૂમિકામાં રહીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રુતપરંપરાને અખંડ બનાવવાથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં તથા સંવેગરંગશાલામાં દર્શાવેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં જણાવેલ છે કે “(૧) રાગાદિનો અભાવ હોવાથી, (૨) જન્માદિનો અસંભવ હોવાથી તથા, (૩) પીડાનો વિરહ હોવાથી ખરેખર સિદ્ધ ભગવંતો પાસે શાશ્વત સુખ રહેલું છે.” (૧૬/૨)
લખી રાખો ડાયરીમાં..ઉ) બુદ્ધિને સંકુચિતતાનું આકર્ષણ છે.
શ્રદ્ધાને ઉદારતાનું આકર્ષણ છે.
1. रागादीनामभावाद् जन्मादीनाम् असम्भवाच्च। अव्याबाधातः खलु शाश्वतसौख्यं हि सिद्धानाम् ।।