Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૨
* दुर्मतिवल्लीकृपाणी द्रव्यानुयोगव्याख्या ं
२३७१
ભલી પરિ સાંભલો ધારો, તત્ત્વરૂપ જે રત્ન, તેહની એ ખાણી છઇ ઉત્પત્તિસ્થાનક છઇ. એ શુભમતિ = ભલી જે મતિ, તેહની માતા છઇ રૂડી મતિની પ્રસવનહારી. દુરમતિ મિથ્યાત્વાદિ, તદ્રુપ જે વેલી, તેહને છેદવાને કૃપાણી તુલ્ય છઈ.
A
=
=
रा
इत्थं सा सर्वाऽपि लिपिः वाणी चाऽऽदिजिनेन ब्राह्मीम् आश्रित्य दर्शितत्वाद् जिनब्रह्माणीत्वेन प व्यवहर्तुमर्हतः । प्रकृते “ प्रथमेनाऽर्हता ब्राह्मया स्वपुत्र्या प्रथमं यतः । पाठिताऽक्षरराजीयं ब्राह्मीति - कृन्नृणाम्।।” (अ.गी.३३/३) इति अर्हद्गीतायां मेघविजयोपाध्यायोक्तिश्च नैव विस्मर्तव्या । आदिजिनोक्तसंस्कृतादिभाषा - ब्राह्मीप्रमुखाऽष्टादशलिप्युपजीवकत्वेन लाटादिदेशीयाऽवशिष्टभाषाऽक्षरविन्यासानामपि जिनब्रह्माणीत्वं नैव प्रच्यवते। जिनवाणीवचनविन्यासाऽनुसृतत्वेन द्रव्य-गुण-पर्यायरासभाषाऽक्षरविन्यासयोः र्श द्रव्यानुयोगपरामर्शभाषाऽक्षरविन्यासयोः च जिनब्रह्माणीत्वं नैव विरुध्यते ।
म
क
अत एवेयं सर्वादरेण श्रोतव्या, ज्ञपरिज्ञया अवगन्तव्या प्रत्याख्यानपरिज्ञया च सम्यग् धारणीया । इयं हि तत्त्वरत्नखनिः = प्रमाण-नय-निक्षेप-सप्तभङ्ग्यादिजिनोक्ततत्त्वलक्षणरत्नानाम् उत्पत्तिस्थानकं वर्त्तते। तथेयमेव शुभमतिजननी = जिनानुराग-गुणानुरागादिजनकप्रशस्तप्रज्ञामाता, दुर्मतिवल्लीकृपाणी का ૢ પ્રસ્તુત ગ્રંથભાષા જિનબ્રહ્માણી !
(i.) આ રીતે તે બધીય લિપિ અને વાણી આદિજિને બ્રાહ્મીને આશ્રયીને શિખવાડેલ હોવાથી તે તમામ ‘જિનબ્રહ્માણી' તરીકે વ્યવહાર કરવા યોગ્ય છે. તેમજ બ્રાહ્મી વગેરે ૧૮ ભેદથી જે જે લિપિ આદિનાથ જિનેશ્વરે બ્રાહ્મીને શીખવાડી, તે લાટ વગેરે વિવિધ દેશોમાં પ્રવર્તમાન બાકીની બધી લિપિ ઉપજાતિઓની માતા હોવાથી તે પણ અંતતો ગત્વા મૂળમાં તો આદિજિનોપદિષ્ટ બનવાના લીધે જિનબ્રહ્માણી કહી શકાય છે. ‘પ્રથમ આદિનાથ અરિહંતે પોતાની પુત્રી બ્રાહ્મીને જે કારણે આ અક્ષરશ્રેણિ ભણાવી -શીખવાડી તે કારણે આ અક્ષરશ્રેણિ = અક્ષરવિન્યાસ લિપિ બ્રાહ્મી કહેવાય છે. તે જીવોને માટે હિતકારિણી છે' - આ મુજબ મેઘવિજયજી ઉપાધ્યાયે અર્હદ્ગીતામાં જે જણાવેલ છે, તે પણ અહીં ભૂલવા યોગ્ય નથી જ. તેમજ લાટ વગેરે દેશોની વિવિધ વાણી (= ભાષા) અને લિપિ (= અક્ષરવિન્યાસ)
=
પણ હકીકતમાં આદિજિનોપદિષ્ટ સંસ્કૃતાદિ ભાષા તથા જિનોક્ત બ્રાહ્મી વગેરે ૧૮ લિપિ – બન્નેને આધારે પ્રવૃત્ત થયેલ હોવાથી તેમાંથી જિનબ્રહ્માણીત્વ નામનો ગુણધર્મ રવાના થતો નથી. મતલબ કે તે તમામ વાણી અને અક્ષરલેખન જિનબ્રહ્માણી કહેવાય. તથા જિનવાણીવચનવિન્યાસને અનુસરીને બોલાયેલ હોવાથી અને લખાયેલ હોવાથી ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ તેમજ ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ - આ બન્ને ગ્રંથની
ભાષાને = વાણીને તથા અક્ષરલેખનને = લિપિને ‘જિનબ્રહ્માણી' કહેવામાં કોઈ વિરોધ નથી જ આવતો. દ્રવ્યાનુયોગવાણી તત્ત્વરત્નખાણ ક
(ત.) આ જ કારણથી પ્રસ્તુત નયાર્થગર્ભિત દ્રવ્યાનુયોગવાણી સંપૂર્ણ આદરથી સાંભળવી જોઈએ, જ્ઞ-પરિજ્ઞાથી જાણવી જોઈએ અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી સારી રીતે ધારણ કરવી જોઈએ. ખરેખર આ દ્રવ્યાનુયોગવાણી એ તો પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી વગેરે જિનોક્ત તત્ત્વસ્વરૂપ રત્નોની ખાણ છે. પ્રસ્તુત તત્ત્વરત્નો દ્રવ્યાનુયોગવાણીમાંથી જ ઉત્પન્ન થાય છે. તથા આ દ્રવ્યાનુયોગવાણી એ જ
Tur