Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३९०
जिनवचनश्रद्धालोः गुणप्राप्तिः
૬/૬
અનેક ક્ષાન્ત્યાદિક નિર્મળગુણ (એહથી) પામઇ, (બહુ) ભવિ પ્રાણી નિર્મળ વીતરાગવચનનો આસ્થાવંત જે જીવ. ॥૧૬/૬॥ अपिशब्दसंसूचितैकत्वाऽन्यत्वादिभावनादिसमानसामर्थ्यशालिनी समापत्तिः एतावता दर्शिता । कालपरिपाकाद्ययोगे क्षपक श्रेण्यनारोहणे भव्य आत्मार्थी जीवः सर्वत्र वीतरागवचनाऽऽस्थया अतः = समापत्तितः निर्मलगुणं = क्षान्त्यादिकं क्षायोपशमिकादिकमात्मगुणगणम् एति प्राप्नोति ।
=
रा
यच्च योगप्रदीपे “यथा वा मेघसङ्घाताः प्रलीयन्तेऽनिलाऽऽहताः । शुक्लध्यानेन कर्माणि क्षीयन्ते म् योगिनां तथा।।” (यो. प्र. १०२ ) इत्युक्तं तत्र शुक्लध्यानं भगवत्समापत्तिप्रभृतिद्वारा कर्मनाशकं बोध्यम् । एवमन्यत्राऽपि बोध्यम्।
=
–
क
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सकलक्षायिकगुणवैभवाऽऽप्तिलक्षणा मुक्तिरेव परमप्रयोजनमात्मार्थिनाम्। प्रचुरकर्मादिवशेनेह तदप्राप्तावपि सकलक्षायोपशमिकगुणवैभवस्तु प्राप्तव्य एव । क्षायिक णि - क्षायोपशमिकाऽखिलसद्गुणप्राप्त्यमोघसाधनं तु भगवत्समापत्तिरेव । ततश्च मुमुक्षुणा निरन्तरं 'मयि भगवत्स्वरूपमवस्थितम्, निश्चयतः परमात्माऽहम् मदीयपरमात्मस्वरूपाऽवरोधकबलिष्ठकुकर्माणि मया का द्रुतं हन्तव्यानि' इत्यादिभावनया स्वात्मा भावयितव्यः । इत्थं समापत्तिसम्प्राप्तये सततमादरेण यतितસામર્થ્ય જેટલું સામર્થ્ય આ રીતે સમાપત્તિમાં ફલિત થાય છે. કાળનો પરિપાક, નિયતિની અનુકૂળતા વગેરેનો યોગ ન થાય તો તે ભવમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવાનું સૌભાગ્ય ભવ્ય જીવને પ્રાપ્ત થતું નથી. તેમ છતાં આત્માર્થી જીવ સર્વત્ર વીતરાગના વચન ઉપર વિશ્વાસ, શ્રદ્ધા રાખવાથી સમાપત્તિને પ્રાપ્ત કરે છે. તથા તે સમાપત્તિના નિમિત્તે ક્ષાયોપશમિક વગેરે અવસ્થામાં રહેલ ક્ષમા, નમ્રતા વગેરે નિર્મલ આત્મગુણોના સમુદાયને પ્રાપ્ત કરે છે.
છે સમાપત્તિ દ્વારા શુક્લધ્યાન કર્મનાશક છે
(યન્ત્ર.) યોગપ્રદીપમાં ‘જેમ પ્રબળ પવન દ્વારા પ્રેરાયેલા વાદળોના સમૂહો વિખેરાઈ જાય છે, તેમ શુક્લધ્યાનથી યોગીઓના કર્મો ક્ષય પામે છે' - આ મુજબ જે જણાવેલ છે, ત્યાં ‘શુક્લધ્યાન ભગવત્સમાપત્તિ | વગેરે દ્વારા કર્મનો નાશ કરે છે’ - તેમ જાણવું. મતલબ કે ‘શુક્લધ્યાન ભગવત્સમાપત્તિને જન્માવે છે. તથા તે સમાપત્તિ કર્મક્ષયસંપાદન કરે છે' - તેવું સમજવું. આ રીતે અન્ય સ્થળે પણ સમજી લેવું. * આપણા ભગવત્સ્વરૂપને પ્રગટાવીએ
સ
આધ્યાત્મિક ઉપનય :- દરેક આત્માર્થી જીવનું મુખ્ય ધ્યેય મોક્ષ છે. તમામ ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ એટલે મુક્તિ. પ્રચુર કર્મ વગેરેના લીધે આ ભવમાં તે કદાચ ન મળે તો પણ તમામ ક્ષાયોપશમિક ગુણોનો વૈભવ તો આ ભવમાં પ્રાપ્ત થવો જ જોઈએ. ક્ષાયિક અને ક્ષાયોપશમિક તમામ ગુણોની પ્રાપ્તિનું અમોઘ સાધન પરમાત્મસમાપત્તિ છે. તેથી મુમુક્ષુ જીવે નિરંતર ‘મારામાં ભગવાનનું સ્વરૂપ રહેલ છે. નિશ્ચયથી હું ભગવાન જ છું. મારા ભગવત્સ્વરૂપને પ્રગટ કરવામાં અવરોધ કરનારા હઠીલા કર્મોને મારે ઝડપથી હટાવવા જ છે' આ પ્રમાણેની ભાવનાથી ભાવિત થઈ સમાપત્તિને મેળવવા માટે આદરપૂર્વક પ્રયત્નશીલ રહેવું. આવી સમાપત્તિને મેળવવા માટે જ પ્રસ્તુત દ્રવ્યાનુયોગના જ્ઞાનનો ઉપયોગ