Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६/७
निर्विकल्पात्मना लोकोत्तरानुप्रेक्षानुवृत्तिः इष्टा ० २५४७ तादृशानुप्रेक्षापरिणतं कार्यम्, निर्विकल्पात्मना तादृशानुप्रेक्षाऽनुवृत्तेः इष्टत्वात्, आवश्यकत्वाच्च । इत्थमेव हर्ष-विषाद-कोप-शोकाऽहङ्कारादिविगमेन तात्त्विकपण्डितत्वलाभः सम्भवेत् । प्रकृते '“पंडिओ नो हरिसे, नो कुप्पे” (आ.१/२/३) इति आचाराङ्गोक्तिः भावनीया ।
विकल्प-वितर्क-विचाराऽन्तर्जल्पव्यग्रतां विमुच्य विकल्पदशा पूर्णतया दाह्या। निजान्तरङ्गरुचिप्रवाह: परमनिर्विकारनिजपरमात्मतत्त्वे दृढतया संयोज्यः। निर्विकल्पात्मना तादृशाऽनुप्रेक्षापरिणताऽन्तःकरणस्य ॥ रुचिप्रवाह: निजपरमात्मतत्त्वे सौकर्येण स्थाप्यते । इत्थमन्तरात्मदशाशुद्धि-वृद्धितः निजपरमात्मदशा .. झटिति प्रादुर्भवति ।
शीघ्रतया निजाऽन्तरात्मदशाशुद्धि-वृद्धिकृते तु बाह्याचारे इव निजाऽन्तरङ्गपरिणतौ अपि કે અંતઃકરણમાં નિર્વિકલ્પસ્વરૂપે તેવી અનુપ્રેક્ષાનું અસ્તિત્વ ઈષ્ટ છે તથા આવશ્યક છે. ટૂંકમાં, અંતઃકરણને તે અનુપ્રેક્ષાની અસરવાળું કરવાનું છે. આ રીતે અંતઃકરણ લોકોત્તર અનુપ્રેક્ષાથી ભાવિત થવાથી જ નાના-મોટા પ્રસંગોમાં હર્ષ, વિષાદ, ક્રોધ, શોક, અહંકાર વગેરે ભાવો જાગતા નથી. તેના લીધે તાત્ત્વિક પંડિતાઈનો-પ્રાજ્ઞતાનો લાભ સંભવે છે. અહીં આચારાંગસૂત્રની સૂક્તિની વિભાવના કરવી. ત્યાં જણાવેલ છે કે “પંડિત રાજી ન થાય કે નારાજ ન થાય.”
& વિકલ્પદશાને બાળી નાંખો . (વિવા.) મૂળ વાત એ છે કે નવા-નવા વિકલ્પના ઘોંઘાટવાળી સ્થિતિમાં ફસાવાનું નથી. અવનવા તર્ક-વિતર્કના વમળને ઊભા કરવાના નથી. વિચાર-વિચાર ને વિચારમાં અટવાવાનું નથી. અન્તર્જલ્પ -બબડાટ-અંદરના ધ્વનિઓની હારમાળામાં ખોટી થવાનું નથી. વિકલ્પાદિની વ્યગ્રતાને છોડીને વિકલ્પદશાને પૂર્ણતયા બાળવાની છે, નષ્ટ કરવાની છે. પોતાના આંતરિક લાગણીતંત્રને - રુચિપ્રવાહને પરમ નિર્વિકારી નિજ પરમાત્મતત્ત્વમાં દઢપણે જોડવાનું, તેમાં કેન્દ્રિત કરવાનું કામ મુખ્ય છે. તેમાં બાધક હોવાથી વિકલ્પદશાને બાળવાની વાત જણાવી છે. ચિત્તને તે લોકોત્તર અનુપ્રેક્ષા સંબંધી પણ વિકલ્પોમાં અટવાવાનું નથી. પણ એ અનુપ્રેક્ષાની અસરવાળું અંતઃકરણ કરવાનું છે. નિર્વિકલ્પપણે એવી અનુપ્રેક્ષાઓ જે અંતઃકરણમાં પરિણમે છે, તે અંતઃકરણના રુચિપ્રવાહને સરળતાથી અને સહજપણે નિજ પરમાત્મતત્ત્વમાં કેન્દ્રિત કરી શકાય છે. તેના પ્રભાવે અન્તરાત્મદશાની પુષ્કળ શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. અંતરાત્મદશા બળવાન બને છે. તેના લીધે પોતાનું પરમાત્મસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે.
આંતરિક પરિણતિમાં વિધિ-નિષેધને લાગુ પાડીએ | (શી.) અત્યંત ઝડપથી પોતાની અંતરાત્મદશાને વિશુદ્ધ કરવા માટે તથા વધારવા માટે આત્માર્થી સાધકે, બાહ્ય આચારોની બાબતમાં વિધિ-નિષેધ લગાવવાની જેમ પોતાની અંતરંગ પરિણતિમાં પણ વિધિ-નિષેધને લાગુ પાડવા. બાહ્ય આચારો અંગે જેટલા પ્રમાણમાં વિધિ-નિષેધ આપણે લાગુ પાડીએ છીએ, તેના કરતાં વધુ પ્રમાણમાં પ્રતિક્ષણ સવિશેષપણે પોતાની આંતરિક પરિણતિને સુધારવા માટે વિધિ-નિષેધ લગાડવા અત્યંત જરૂરી છે. તે આ પ્રમાણે સમજવું.
1. feતો ન હૃથ્વત, ન
થે|