Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ ० षोडशधा निजस्वरूपभावना ०
२५४९ एकान्तदेशे आर्द्रता-गम्भीरता-विरक्तता-शान्तताऽन्तर्मुखतादिपरिप्लावितचित्तेन (१) अहं शाश्वतશાન્તિધામ, (૨) સહનસમયસનમુ, (૩) શુદ્ધત્યનિત્તિયઃ (૪) પરમાનન્દ મહીસાગર:, () વિમવિવેવISSતન, (૬) ચૈતન્યજ્યોતિર્નિનયનમ, (૭) નિલક્ષISSવાસ, (૮) વીતરી+વિજ્ઞાનઆનંદથી ઝંકૃત થાય તે રીતે, સતત એકાગ્રપણે નીચે મુજબ સોળ પ્રકારે ભાવના કરવી કે :
જ આત્મા = શાશ્વત શાંતિધામ . “(૧) હું શાશ્વત શાંતિનું ધામ છું. અશાંતિ મારામાં લેશ પણ નથી. મારી શાંતિ પણ કામચલાઉ કે કૃત્રિમ નથી પણ શાશ્વત છે. અનુભવગમ્ય અતીન્દ્રિય અખંડ અનંત અક્ષય શાંતિનું ધામ છું.
૪ આત્મા = સહજસમાધિસદન ૪ (૨) હું સહજ સમાધિનું સદન = ઘર છું. અસમાધિ-સંકલેશ-ઉદ્વેગનું મારામાં જરા પણ અસ્તિત્વ નથી. મારો સમાધિરસ પણ સહજ છે, સ્વાભાવિક છે, ઔપાધિક કે ઔપચારિક નથી. સમાધિનો અનુભવ કરવા માટે મારે પરાધીન થવાની જરૂર નથી. મારું સમગ્ર અસ્તિત્વ સહજ સમાધિમય છે.
(૩) હું શુદ્ધ શીતળતાનો હિમાલય છું. શીતળતાસ્વરૂપ હિમનું હું ઘર છું. ઉકળાટ-તાપ-ગરમી -ક્રોધનું તો મારામાં નામ-નિશાન નથી. હું તો પરમ શીતળ છું. જાણે હિમાલય જોઈ લો. મારી શીતળતા -ઠંડક એ પણ શુદ્ધ છે, અશુદ્ધ નથી, કર્મજન્ય નથી, પૌગલિક નથી. ચૂલા ઉપર પાણી ઉકળતું હોય ત્યારે પણ તેનો મૂળભૂત સ્વભાવ તો ઠંડો જ છે, ગરમ નથી જ. ગરમી અગ્નિનો સ્વભાવ છે, પાણીનો નહિ. તેમ ગરમી-સંક્લેશ-ક્રોધના ઉદય સમયે પણ મારો મૂળભૂત સ્વભાવ તો શુદ્ધ શીતળતા છે. જ છે. ક્રોધનો પારો એ તો માત્ર ને માત્ર ક્રોધમોહનીયકર્મના પુદ્ગલોનો સ્વભાવ છે, મારો તો બિલકુલ જ નહિ. ત્રણ કાળમાં મૂળભૂત અખંડ ચૈતન્યસ્વભાવથી ઉકળાટને હું સ્પર્ધો જ નથી. 63
6 આત્મા પરમાનંદનો મહાસાગર છે (૪) હું પરમાનંદનો-પૂર્ણાનંદનો મહાસાગર છું. દુઃખ-વેદના-પીડા-રોગ-શોકનો એક પણ અંશ મારામાં નથી જ. મારામાં તો પ્રત્યેક આત્મપ્રદેશે આનંદ-આનંદ ને આનંદ ઠાંસી-ઠાંસીને અનાદિ કાળથી ભરેલો છે. મારે બહારમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ પાસેથી સુખની ભીખ માંગવાની જરૂર નથી.
(૫) હું સ્વતઃ જ વિમલ વિવેકદષ્ટિનું ઘર છું. સ્વ-પરનો વિવેક કરવાની મારી દષ્ટિ મલિન નથી, સ્વાર્થગ્રસ્ત નથી, તિરસ્કારગર્ભિત નથી. પરંતુ અત્યંત વિમલ છે, નિર્મલ છે, નિર્દોષ છે.
(૬) હું સ્વભાવથી જ ચૈતન્યજ્યોતનું સ્થાન છું. હું દેહમય નથી. જડતા-મૂઢતા-અનુપયુક્તતાને મારામાં જરા પણ સ્થાન નથી. મારી ચૈતન્યજ્યોત અખંડ અને અકંપ છે.
(૭) મૂળભૂત સ્વભાવે તો હું નિસર્ગ ક્ષમાનું પણ આવાસસ્થાન છું. બળવો-આક્રોશ-અસહિષ્ણુતા -બળતરા-વિરોધ-પ્રતિકાર-રીસ-રોષ-ઉદ્ધતાઈ-વેર-આવેશ-આક્રમણવૃત્તિ વગેરેને મારામાં લેશ પણ અવકાશ નથી. કેમ કે હું તો નૈસર્ગિક તિતિક્ષા-ક્ષમા-સહનશીલતાનો ભંડાર છું. હું તિતિક્ષામૂર્તિ છું. મારો સ્વભાવ જ બધું સહી લેવાનો છે, પ્રેમથી બધું જ ખમી લેવાનો છે.
આત્મા વીતરાગવિજ્ઞાનનું નિવાસસ્થાન છે કે (૮) હું વીતરાગ વિજ્ઞાનનું પણ નિવાસસ્થાન છું. મારું જ્ઞાન રાગ-દ્વેષાદિથી કલંકિત નથી. મારો જ્ઞાનોપયોગ રાગાદિમય-રાગાદિસ્વરૂપ નથી. રાગાદિ તો કર્મના ઘરના છે, મારા ઘરના નહિ.