Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२६१२ ० गुरुप्रसादानुकूलतया वर्तितव्यम् ।
૨૭/૧૨ ध्वञ्चेति हितोपदेशः।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शिष्यं दृष्ट्वा ‘अस्मै दीक्षा प्रदत्ता तत् सुष्टु कृतम् । * अयमतीव विनयी, विनम्रः, विवेकी विरक्तश्च । संसारात् तस्य उद्धारेण विशिष्य निर्मापणेन च रा स्वसद्गुरु-गच्छ-सङ्घ-शासनोपकारेभ्यः अंशतः ऋणमुक्तिः मया लब्धा' इत्येवं जायमाना गुरुविचारणा स एव गुरुकृपा परमार्थतः । एतादृशगुरुकृपोपलब्धिकृते शिष्यवृत्ति-प्रवृत्ति-परिणत्यभ्यास एव शिष्यस्य .: तात्त्विकी गुरुभक्तिः। एतादृशनिःस्वार्थभक्तिप्रभावादेव शिष्यस्य स्वानुभवदशा जागर्ति ।
____ दीर्घकालं यावद् हठयोगाभ्यासेऽपि, गुरुं त्यक्त्वा लक्षवर्षं यावत् कष्टमयसंयमाचारपालनेऽपि, क कोटिवर्षं यावदुग्रतपश्चर्याकरणेऽपि, नवपूर्वज्ञानोपलम्भेऽपि या स्वानुभवदशा पूर्वं न लब्धा सा हि fदर्शितगुरुभक्तिप्रभावात् स्वल्पकालेनैव लभ्यते । ततश्च आत्मोज्जागरावस्थालक्षणस्वानुभूतिदशाविर्भावकृते
व्याख्यातनिष्कामगुरुभक्तिलीनता सम्पादनीयेत्युपदिश्यतेऽत्र । तत्प्रभावेण च “मोक्षः = सकलकर्मक्षयाद् का आत्मस्वरूपेण आत्मनः अवस्थानम्” (उत्त.२८/१४ दी.वृ.) इति उत्तराध्ययनसूत्रदीपिकावृत्तौ लक्ष्मीवल्लभगणिदर्शितः मोक्षः प्रत्यासन्नतरो भवेत् ।।१७/११।। આત્માર્થી વાચકોને જે હિતોપદેશ આપેલ છે તે જીવનમાં ઉતારવા જેવો છે.
જ તાત્વિક ગુરુભક્તિની ઓળખ જ આધ્યાત્મિક ઉપનય :- શિષ્યને જોઈને ગુરુના મનમાં એવો ભાવ જાગે કે “આને દીક્ષા આપી તે સારું કર્યું. આ જીવ અત્યંત વિનીત, વિનમ્ર, વિવેકી અને વૈરાગી છે. આને સંસારમાંથી કાઢવા દ્વારા અને શાસનને વિશેષ રીતે ઉપયોગી બને તે રીતે તૈયાર કરવા દ્વારા સદ્ગ-સમુદાય-સંઘ-શાસનના ઋણમાંથી મને યત્કિંચિત્ મુક્તિ મળી” – ગુરુની આવી ભાવના એ જ ગુરુની શિષ્ય પ્રત્યેની કૃપા
છે. આવી ગુરુકૃપા પ્રાપ્ત થાય તેને અનુસાર વર્તન અને વલણ શિષ્ય હરહંમેશ કેળવે તે જ શિષ્યની હું ગુરુ પ્રત્યેની તાત્ત્વિક ભક્તિ છે. આવી નિઃસ્વાર્થ ભક્તિના પ્રભાવે જ શિષ્યની સ્વાનુભવદશા જાગૃત થાય છે.
જ તાત્વિક ગુરુભક્તિથી રવલ્ય કાળમાં રવાનુભૂતિ છે ગ (વીર્ષ.) વરસો સુધી હઠયોગની સાધના કર્યા બાદ, ગુરુથી અલગ પડીને લાખો વરસો સુધી ઉગ્ર
ચારિત્રાચાર પાળ્યા બાદ, કરોડો વરસ સુધી તીવ્ર તપશ્ચર્યા કર્યા બાદ કે નવ પૂર્વનો જ્ઞાનસાગર કંઠસ્થ કર્યા બાદ પણ આ જીવને જે સ્વાનુભવદશા પૂર્વે પ્રાપ્ત નથી થઈ તે સ્વાનુભવદશા ઉપરોક્ત તાત્ત્વિક ગુરુભક્તિના પ્રભાવે અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ જાય છે. તેથી આત્માની ઉજ્જાગર અવસ્થા સ્વરૂપ સ્વાનુભવદશાને પ્રગટ કરવા માટે ઉપરોક્ત નિષ્કામ ગુરુભક્તિમાં સદા માટે લયલીન રહેવાની મંગલ પ્રેરણા આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. તેવી નિષ્કામ ગુરુભક્તિના પ્રભાવથી ઉત્તરાધ્યયનસૂત્રદીપિકાવૃત્તિમાં દર્શાવેલ મોક્ષ ખૂબ જ નજીક આવી જાય. ત્યાં મોક્ષસ્વરૂપને જણાવતા શ્રી લક્ષ્મીવલ્લભ ગણીએ કહેલ છે કે “સર્વ કર્મનો ઉચ્છેદ થવાથી આત્મસ્વરૂપે આત્માનું અવસ્થાન એ જ મોક્ષ છે.” (૧૭/૧૧)