Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
० कर्मनाटके मिथ्यात्वादिकार्यविमर्शः .
२५७१ 'विक्षेपशक्तिः चेतसि मिथ्याऽऽकार-रागाऽऽशा-चिन्ता-कल्पना-भोगसङ्कल्प-भोगस्मृत्यादिकम् प अनवरतम् उपस्थापयति।
'विभावदशा-विकल्पदशाऽऽश्रवदशा-बन्धदशादयस्तु तत् सवेगं प्रवर्धयन्ति ।
"महामिथ्यात्वं तत्र दृढरुचिगर्दा स्वत्व-स्वीयत्व-सुन्दरत्व-स्वकार्यत्व-स्वभोग्यत्व-स्वस्वभावत्व -स्वस्वरूपत्व-स्वधर्मत्व-स्वसेव्यत्व-स्वोपास्यत्व-स्वविश्वसनीयमित्रत्व-सुखत्व-सुखसाधनत्वादिधियं पूर्वोक्तां श पञ्चत्रिंशत्प्रकारां दृढरुच्यादिगर्भां जनयति ।
*कर्तृत्वशक्तिः शारीरिकादिसामर्थ्यम् अतिक्रम्य, मर्यादाञ्च परित्यज्य औदारिक-मनोवर्गणादिपुद्गलान् । बहिरन्तश्च कामभोगादौ निर्लज्जपशुचेष्टाभावे च प्रवर्त्तयति प्रणतयति च । ખોટી આશાઓને, વ્યર્થ ચિંતાને, જુદી-જુદી ફોગટ કલ્પનાઓને, ભવિષ્યકાલીન ભોગસુખના સંકલ્પને, ભૂતકાલીન ભોગસુખની સ્મૃતિ વગેરેને સતત ઉપસાવે જ રાખે છે, ઉપજાવે જ રાખે છે.
(૫) મનોગત તે મિથ્યા આકૃતિ-રાગ-આશા વગેરેને વેગ આપવાનું, પ્રકૃષ્ટપણે વધારવાનું કામ, વિભાવદશા, વિકલ્પદશા, આશ્રવદશા, બંધદશા વગેરે કરે છે.
મિથ્યાત્વનો ખતરનાક ખેલ છે (૬) તે વર્ધમાન મિથ્યા આકૃતિ-રાગ-આશા વગેરેમાં “હું' પણાની, મારાપણાની અને સારાપણાની બુદ્ધિને મહામિથ્યાત્વ પેદા કરે છે. ચિત્તમાં ભાસમાન તેવી વિજાતીય વ્યક્તિ વગેરેની આકૃતિને ઉદેશીને ‘તેને મેં આમ કર્યું હતું, તેમ કર્યું હતું? - ઈત્યાદિરૂપે સ્વકાર્યત્વબુદ્ધિને મિથ્યાત્વ જન્માવે છે. “મેં તેને આમ ભોગવેલ હતી, હવે આમ ભોગવીશ...' ઈત્યાદિ સ્વભોગ્યત્વબુદ્ધિને પણ તે કરાવે છે. “ભોગસુખની કલ્પનામાં રાચવું એ જ મારો સ્વભાવ છે, એ જ મારું સ્વરૂપ છે, મારો ગુણધર્મ છે, મારી ફરજ છે છે. મારા માટે એ જ સેવવા યોગ્ય, ભોગવવા યોગ્ય અને ઉપાસવા યોગ્ય છે. એ જ મારો વિશ્વાસપાત્ર, વફાદાર પરમ મિત્ર છે' - આવી દુર્બુદ્ધિને પણ મિથ્યાત્વ પેદા કરે છે. તે-તે વિજાતીય વ્યક્તિ, અનુકૂળ પા. વસ્તુ આદિ મળવાની આશા, કલ્પના, સંકલ્પ વગેરેમાં સુખરૂપતાનું ભાન મહામિથ્યાત્વ કરાવે છે. મહામિથ્યાત્વનો ઉદય જ વિજાતીયની આકૃતિને ભૂલવાનું, તેના રાગને ભગાડવાનું કે તેને મેળવવાની આશાને ભૂંસવાનું કામ કરવા દેતો નથી. કારણ કે “મનમાં ભાસમાન તેવી વિજાતીય આકૃતિઓને ઉદ્દેશીને થતો રાગ, તેને મેળવવાની આશા વગેરે જ સુખસાધન છે' - આવી દુર્બુદ્ધિને મિથ્યાત્વ પેદા કરે છે. વિશેષતા તો એ છે કે મિથ્યા આકૃતિ-રાગ-આશા વગેરેમાં જે સ્વત્વ-મમત્વ-સુંદરત્વ -સ્વકાર્યત્વ-સ્વભોગ્યત્વ-સ્વસ્વભાવત્વ-સ્વસ્વરૂપત્ય-‘સ્વગુણધર્મત્વ-સ્વસેવ્યત્વ-સ્વઉપાસ્યત્વ - સ્વમિત્રત્વ-સુખત્વ-સુખસાધન–ાદિ પ્રકારક પૂર્વોક્ત (જુઓ – પૃષ્ઠ ૨૫૫૧ થી ૨૫૫૫) ૩૫ પ્રકારની દુર્બુદ્ધિને મહામિથ્યાત્વ પેદા કરે છે, તે દઢ રુચિ-પ્રીતિથી ગર્ભિત હોય છે. તેથી તેને હટાવવાનું કામ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ ખૂબ જ વિચિત્ર, ગંભીર અને નોંધપાત્ર બાબત છે.
છે સંસારનાટકમાં કેવળ પુદ્ગલ જ નાચે છે , (૭) ત્યાર પછી કર્તુત્વશક્તિ શારીરિક આદિ સામર્થ્યનું અતિક્રમણ કરીને તથા મર્યાદાને છોડીને, બહારમાં કામ ભોગાદિ પ્રવૃત્તિમાં ઔદારિકાદિ પુદ્ગલોને તથા અંદરમાં નિર્લજ્જ પશુચેષ્ટાના ભાવમાં