Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५७० ० कर्मनाटके आवरणशक्त्यादिकार्यविचारः ।
૨૬/૭ 1“देहविवित्तं पेच्छइ अप्पाणं तह य सव्वसंजोगे" (ध्या.श.९२) इति ध्यानशतकोक्तिविषयः साधकः स्वयं प सम्पद्यते। ग “सर्वं वस्तु स्वात्मनि एव वर्त्तते, न तु आत्मव्यतिरिक्त आधारे” (अनु.द्वा.१४५/वृ.पृ.२०७) इति
अनुयोगद्वारसूत्रमलधारवृत्तिवचनानुसन्धानेन अनन्तगुणाऽभिन्ने स्वात्मद्रव्ये स्वस्थितिः वारंवारं दृढतया * भावयितव्या, अनुभवितव्या च, न तु काय-करणाऽन्तःकरण-कर्म-कषायादौ । र्श एवं “सर्वे भावा निश्चयेन स्वभावान् कुर्वन्ति” (अ.बि.१/२२) इति अध्यात्मबिन्दुवचनं चेतसिकृत्य ____ 'कर्म-काल-लोकस्थिति-भवस्थिति-भवितव्यताऽऽवरणशक्ति-विक्षेपशक्ति-विभावादिदशा-महामिथ्यात्व1 कर्तृत्वशक्ति-भोक्तृत्वशक्ति-सहजमल-मकरध्वज-विषयाभिलाष-महामोह-रागकेसरिप्रभृतिसूत्रधाराणां सूत्रणि सञ्चारेण सञ्चालिते देहेन्द्रिय-मनः-कषायादिविभावपरिणाम-विकल्प-विचारादिपात्रमये भवनाटके
आवरणशक्तिः इन्द्रजालिकवद् दृष्टिबन्धेन मम निर्विकारशुद्धचैतन्यस्वरूपमनन्ताऽऽनन्दमयमावृणोति । અહીં જણાવેલ સમતા અને ભાવના મેળવ્યા બાદ “સાધક ભગવાન દેહથી અને સર્વ સંયોગથી ભિન્ન સ્વરૂપે પોતાના આત્માને જુએ છે” – આ પ્રમાણે ધ્યાનશતકમાં જે જણાવેલ છે, તેનો વિષય સાધક સ્વયં બને છે. તેવું સૌભાગ્ય સાધકને સાંપડે છે.
-- આપણે આપણામાં રહીએ -- (“સર્વ.) અનુયોગકારસૂત્રની મલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “દરેક વસ્તુ પોતાનામાં જ રહે છે. પોતાનાથી ભિન્ન આધારમાં કોઈ પણ વસ્તુ રહેતી નથી.' આ વાતનું અનુસંધાન કરીને “અનંત ગુણોથી અભિન્ન એવા પોતાના જ આત્મામાં પોતાનું અસ્તિત્વ છે, શરીર-ઈન્દ્રિય-મન-કર્મ-કષાય વગેરેમાં નહિ - આ પ્રમાણે સાધકે વારંવાર દઢપણે ભાવના કરવી તથા તેની અનુભૂતિ કરવી.
સંસારનાટક જોવાની કળા શીખીએ (જં.) એ જ રીતે “સર્વ ભાવો-પદાર્થો પરમાર્થથી પોતાના જ સ્વભાવને કરે છે' - આ અધ્યાત્મબિંદુ 0 ગ્રંથના વચનને મનમાં રાખીને આત્માર્થી સાધકે સંસારનાટકને નાટક સ્વરૂપે જોવા માટે પ્રયત્ન કરવો.
યાદ રહે - નાટક જોવાનું છે, કરવાનું નથી. નાટકને જોવાની પદ્ધતિ આ રીતે સમજવી. રન (૧) કર્મ, કાળ, લોકસ્થિતિ, ભવસ્થિતિ, ભવિતવ્યતા, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ, વિભાવાદિદશા,
મહામિથ્યાત્વ, કર્તૃત્વશક્તિ, ભોસ્તૃત્વશક્તિ, પૂર્વોક્ત (પૃ.૨૪૮૭) સહજમળ, કામદેવ, વિષયાભિલાષ, મહામોહ, રાગકેસરી વગેરે સૂત્રધારોના દોરી સંચાર મુજબ સંસારનાટકનું સંચાલન થઈ રહ્યું છે.
(૨) શરીર, ઈન્દ્રિય, મન, કષાયાદિ વિભાવ પરિણામ, વિકલ્પ, વિચાર વગેરે વિવિધ પાત્રો પોત-પોતાનો ભાગ (Role) ભજવી રહ્યા છે.
(૩) આવરણશક્તિ જાદુગરની જેમ નજરબંધી વડે મારા અનંત આનંદમય નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વરૂપને આવરી લે છે, ઢાંકી દે છે.
(૪) વિક્ષેપશક્તિ ચિત્તમાં અવનવી મિથ્યા આકૃતિઓને, નવી-નવી રાગપરિણતિઓને, મોટી અને 1. વિવિ પ્રેક્ષતે આત્માને તથા ૪ સર્વસંયો