Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५८० ० शुक्लान्तःकरणं प्राप्तव्यम् ।
૨૬/૭ ए आसन्नसिद्धिकेषु निजवीतरागचैतन्यस्वरूपप्रचिकटयिषादिलक्षणानि प्रधानानि बोधिबीजानि वपति, ग्रन्थिभेदेन सम्यग्दर्शनं जनयति, देशविरति-सर्वविरत्यादिपरिणामं समुत्पादयति ।
इत्थं परं परार्थं सम्पाद्य भवान्ते योगदृष्टिसमुच्चयादि(श्लो.१०)दर्शितं योगसंन्यासनामानं द्वितीयं म सामर्थ्ययोगं सम्प्राप्य, योगनिरोधेन सर्वसंवरधर्मं समाराध्य, शेषाऽघातिकर्मचतुष्टयं च हत्वा, सदा श सिद्धशिलायां प्रतिष्ठते, निजविशुद्धचेतनद्रव्य-पूर्णगुण-पवित्रपर्यायमयपरमसच्चिदानन्दस्वरूपमहासागरे - निमज्जति।
निगोदादारभ्य निर्वाणपर्यन्ता इयं यात्रा दिग्दर्शनरूपेण जिनागमे व्यावर्णिता। शुक्लम् अन्त:" करणम् ऋते लोकोत्तरजिनागमाऽऽन्तरिकतत्त्वस्पर्शन-श्रद्धा-रुचि-स्वीकाराऽभिलाषादिकम् अशक्यमिति का पूर्वोक्त(७/६-१९)सकलसमारोपादित्यागेन तद् लब्ध्वा पारमेश्वरप्रवचनतात्पर्यपरिकर्मितप्रज्ञया
आध्यात्मिकोपनयगर्भितैतद्ग्रन्थराजसहायेन च भोः ! भव्या ! भवन्तः उपलभन्ताम् आशु निजत्रिવગેરે દ્વારા નિકટમુક્તિગામી ભવ્યાત્માઓમાં બોધિબીજની વાવણી કરે છે. “મારે મારું વીતરાગ ચૈતન્યસ્વરૂપ ઝડપથી પ્રગટ કરવું છે? - ઈત્યાદિ ઝંખના એ મુખ્ય બોધિબીજ છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંત દેશના દ્વારા હળુકર્મી ભવ્યાત્માઓમાં ગ્રંથિભેદ કરાવવા દ્વારા સમ્યગ્દર્શનને પ્રગટાવે છે. તેમજ દેશવિરતિ -સર્વવિરતિ વગેરેના નિર્મળ પરિણામોને જગાડે છે.
યોગસંન્યાસ નામના બીજા સામર્થ્યયોગને મેળવીએ જ (ત્યં) આ રીતે સર્વોત્કૃષ્ટ પરોપકાર કરીને ભવના અંતે, યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરેમાં વર્ણવેલ a “યોગસંન્યાસ” નામના બીજા સામર્થ્યયોગને સમ્યફ રીતે પ્રાપ્ત કરીને, યોગનિરોધથી સર્વસંવરધર્મની સમ્યફ
પ્રકારે આરાધના કરીને તથા બાકીના ચાર અઘાતિ કર્મોનો પ્રક્ષય કરીને સદા કાળ માટે સિદ્ધશિલામાં શું પ્રતિષ્ઠિત થાય છે. સાધક ભગવાન સ્વયં સિદ્ધ ભગવાન બને છે. તે પોતાના વિશુદ્ધ ચેતનદ્રવ્ય-પૂર્ણગુણ -પવિત્ર પર્યાયોથી વણાયેલ પરમસચ્ચિદાનંદ સ્વરૂપ મહાસાગરમાં ડૂબી જાય છે, લીન થઈ જાય છે, સદા માટે સ્થિર થઈ જાય છે.
| ( ત્રિકાળશુદ્ધ નિજ ચેતન વસ્તુને પ્રગટાવીએ . | (નિ.) આ છે નિગોદથી માંડીને નિર્વાણ સુધીની યાત્રાનો સાચો ચિતાર. આનું દિગ્દર્શન જિનાગમ કરાવે છે. પરંતુ શુક્લ અંતઃકરણ વિના આવા લોકોત્તર જિનાગમના આંતરિક તત્ત્વની સ્પર્શના પ્રાયઃ અશક્ય છે, શ્રદ્ધા દુઃશક્ય છે, રુચિ અસંભવ છે, આંતરિક સ્વીકાર દુર્લભ છે, અભિલાષા-ઝંખનાદિ પણ શક્ય નથી. શુક્લ અંતઃકરણની પ્રાપ્તિમાં સમારોપ બાધક છે. પૂર્વે (૭/૬ થી ૧૯) આ આરોપોનું વિસ્તૃત વર્ણન કરેલું જ છે. જેમ કે “હું શરીર છું. હું પુત્ર છું. પુત્રાદિ મારા છે. આ પુત્ર એ હું જ છું. મકાન-દુકાન -તન-મન-વચન-ધન-રાગાદિ મારા છે. એ મારા સુખના સાધન છે....” ઈત્યાદિ તમામ પૂર્વોક્ત ઉપચાર –આરોપ-સમારોપ રસપૂર્વક કરવાની અનાદિકાલીન આંટી-ઘૂંટીમાં ફસાવાનું નથી. પણ તેનો ત્યાગ કરવાનો છે. તો જ શુક્લ અંતઃકરણ પ્રાપ્ત થાય. તેવું શુક્લ અંતઃકરણ મેળવીને શ્રીજિનાગમના તાત્પર્યથી પ્રજ્ઞાને