Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५८६
- ટૂંકસાર –
: શાખા - ૧૭ : અહીં પરમ પાવન પૂજનીય પાટપરંપરા સૂચવેલ છે.
તપગચ્છરૂપી નંદનવનમાં કલ્પવૃક્ષતુલ્ય શ્રીહીરસૂરીશ્વરજી થયા. તેમના પટ્ટધર સૂર્યતુલ્ય શ્રીવિજયસેનસૂરિજી થયા. તેમની પાટે નિઃસ્પૃહી શ્રીવિજયદેવસૂરિજી આવ્યા. તેમની પાટે આચાર્યોમાં કુશળ એવા શ્રીવિજયસિંહસૂરિજી આવ્યા. તેમના ઉદ્યમથી સાધુઓમાં ગીતાર્થતા ગુણ વ્યાપક બન્યો હતો. તેમની નિઃસ્વાર્થ કૃપાદૃષ્ટિથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે સ્વ-પર દર્શનનો અભ્યાસ કર્યો અને ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામનો ગ્રંથ રચ્યો. આમ ગ્રંથકાર પોતાના ઉપકારી મહાપુરુષોના ગુણોને નમ્રતાથી બતાવી કૃતજ્ઞતાને વ્યક્ત કરે છે. (૧/૧-૨-૩-૪)
અહીં કૃતજ્ઞભાવે ગ્રંથકાર પોતાના ગુણીયલ ગુરુજનના ગુણાનુવાદ કરે છે. કારણ કે તે વિનય વગેરે અનેક ગુણોને લાવનાર છે. (
૧૫) - શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય અને ગુણોથી યશસ્વી એવા ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજા હતા. તેમના શિષ્ય આગમ-વ્યાકરણમાં આસક્ત પંડિતશિરોમણિ શ્રીલાભવિજયજી હતા. તેમના શિષ્ય શ્રી જીતવિજયજી મહારાજા થયા. તેમના ગુરુભાઈ પંડિતવરેણ્ય શ્રીયવિજયજી મહારાજા થયા. તેઓ ગ્રંથકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજીના ગુરુ હતા. (૧૭/૬-૭-૮)
ઉપાધ્યાયવરેણ્ય શ્રીનવિજયજી પોતાના શિષ્ય એવા પ્રસ્તુત ગ્રંથકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજીના અભ્યાસ માટે તેમની સાથે કાશી ગયા હતા. ત્યાં દીપિતિવ્યાખ્યા સહિત “તત્ત્વચિંતામણિ' ગ્રંથનો ગ્રંથકારે અભ્યાસ કર્યો. આમ ગુરુની શિષ્યને ભણાવવાની કર્તવ્યપરાયણતા અને શિષ્યની શાસ્ત્રજિજ્ઞાસાનો અહીં સુંદર મેળાપ થયો. અંતે ગ્રંથકાર કહે છે કે તે ગુરુ ભગવંતની ભક્તિથી જ પોતાનામાં કવિત્વશક્તિ વગેરે પ્રગટ થઈ છે. આમ અહીં ગુરુવર્ગની નિઃસ્વાર્થ ભક્તિ દ્વારા ગ્રંથકારશ્રી આત્મવિકાસને સાધવાની મંગલ પ્રેરણા વાચકોને કરે છે. તથા “પ્રતિદિન બહુ અભ્યાસ કરીને આ દ્રવ્યાનુયોગવાણીને ભણજો - આ પ્રમાણે ગ્રંથકારશ્રી અંતરના ઉમળકાથી, હૈયાના હેતથી આત્માર્થી જીવોને હિતશિક્ષા આપે છે. (૧૭૯-૧૦-૧૧)
અંતિમ મંગલભૂત કળશમાં ગ્રંથકારશ્રીએ ગુરુનામસ્મરણપૂર્વક “મવાળી વિરું નીયા ઇત્યાદિ સ્વરૂપે આશીર્વચનને વ્યક્ત કરેલ છે.
P