Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५७८ ० कषायादिशोषणम् अतिशयेन आवश्यकम् ।
૨૬/૭ बाह्यव्यवहाराऽभिनिविष्टाऽज्ञानतपस्विकदाग्रहोच्छेदस्य अत्र अभिप्रेतत्वात्, “नयान्तरेण अभिनिविष्ट___ नयखण्डनस्याऽपि शास्त्रार्थत्वाद्” (न्या.ख.खा.पृ.२०) इति व्यक्तं न्यायखण्डखाद्ये । 'शरीरशोषणादपि १४ अधिकं महत्त्वं कषाय-कामरागादिमयविभावपरिणतिशोषणं बिभर्ति। ततः कषायादिशोषकाऽऽत्मम ज्ञानलक्षणेऽभ्यन्तरतपसि प्राधान्येन यतितव्यमि'त्यत्राऽऽशयः।
“कुसले पुण णो बढे,णो मुक्के” (आचा.१/२/६/१०४) इति आचाराङ्गसूत्रोक्तिं पौनःपुन्येन विभाव्य ___ शुद्धात्मतत्त्वाऽनुभवे अबन्ध आत्मा स्वयमेव प्रकाशते । तदुक्तम् अध्यात्मसारे “श्रुत्वा, मत्वा, मुहुः * स्मृत्वा, साक्षादनुभवन्ति ये। तत्त्वं न बन्धधीः तेषामात्माऽबन्धः प्रकाशते ।।" (अ.सा.१८/१७७) इति પૂરુમ્ (૦૨/93) કનુસન્થયમત્રી અતિક્રમણ કરી રહ્યા છો. તથા વ્યવહારનું ઉલ્લંઘન કરવામાં તો શાસ્ત્રમર્યાદાનું જ ઉલ્લંઘન થઈ જશે.
આ કદાગ્રહી નયનું અન્ય નય દ્વારા ખંડન પણ શાસ્ત્રમાન્ય / િિનરાકરણ :- (વાઘ.) ના, તમારી વાત વ્યાજબી નથી. કારણ કે બાહ્ય વ્યવહારનયની પક્કડમાં અટવાયેલા અજ્ઞાનતપસ્વી જીવની ખોટી માન્યતાનું-કદાગ્રહનું ખંડન કરવું એ અહીં અભિપ્રેત છે. તથા “કદાગ્રહી નયનું અન્ય નય દ્વારા ખંડન કરવું એ શાસ્ત્રમર્યાદા જ છે' - આવું ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં શ્રીમહોપાધ્યાયજીએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી અમારા પ્રસ્તુત પ્રતિપાદનમાં શાસ્ત્રમર્યાદાના અતિક્રમણની વાતને કોઈ અવકાશ નથી. અહીં જે નિરૂપણ કરવામાં આવેલ છે, તેનો મુખ્ય આશય તો એ જ
છે કે “ઝડપથી મોક્ષે જવા ઝંખતા આત્માર્થી જીવો માટે શરીરને સૂકવવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ કર્તવ્ય સ તો કષાય-વાસના-રાગાદિમય વિભાવપરિણતિને સૂકવવાનું છે. માટે કષાયાદિનો નાશ કરનારા ૨ આત્મજ્ઞાનસ્વરૂપ તપને મેળવવા વધુ લક્ષ રાખવું. તે માટે મુખ્યપણે પ્રયત્ન કરવો.”
૬ કર્મબંધનરહિત આત્માનો સાક્ષાત્કાર (કુસ.) આચારાંગસૂત્રમાં ખૂબ જ માર્મિક વાતને જણાવતાં કહે છે કે “કુશળ સાધક નથી બંધાયેલો કે નથી મુક્ત.” મતલબ કે “હું કદિ રાગાદિથી કે કર્માદિથી બંધાયેલ જ નથી. તો મારે તેનાથી મુક્ત થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હું કદાપિ બંધાયેલ જ નથી. તો મારે નિર્જરા કોની કરવાની ? નિર્જરા શું કરવાની ?” આ મુજબ વારંવાર વિભાવના – વિશેષ પ્રકારની ભાવના કરીને શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ થતાં કર્મબંધરહિત સ્વરૂપે આત્મા પોતાની જાતે જ પ્રકારે છે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “(૧) તત્ત્વને સાંભળીને, (૨) તત્ત્વનું મનન કરીને, (૩) તત્ત્વનું વારંવાર સ્મરણ કરીને જે સાધકો આત્મતત્ત્વનો સાક્ષાત્ (=ઈન્દ્રિય, મન, યુક્તિ, વિચાર, વિકલ્પ વગેરે માધ્યમ વિના) અનુભવ કરે છે, તેઓને “આત્મા કર્મથી બંધાય છે કે કર્મથી બંધાયેલો હતો' - તેવી બુદ્ધિ થતી નથી. “આત્મા કર્મથી બંધાતો નથી કે બંધાયો નથી' - આવી અનુભૂતિ થવા સ્વરૂપે અબંધ આત્મતત્ત્વનો પ્રકાશ થાય છે.” પૂર્વે (૧૨/૧૩) આ સંદર્ભ દર્શાવેલ હતો. તેનું અહીં અનુસંધાન કરવું.
1. કુશનઃ પુનઃ નો વટ, નો મુt:I