Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
* स्वात्मैव प्रथमं प्रतिबोद्धव्यः
२५६१
च आराधनापताकाप्रकीर्णकगाथां संस्मृत्य उपदेशकेन निजात्मगृहं मिथ्यात्वाऽग्निप्रदीप्तं प्रथमं प विध्यापनीयमिति भावः ।
तदर्थं स्वात्मैवादौ प्रतिबोद्धव्यः, अन्यथा स्वस्य जडत्वमापद्येत । अत्रार्थे "अप्पाणमबोहंता परं विबोहयंति केइ, ते वि जडा” ( आ. कु. ३८) इति आत्मावबोधकुलकोक्तिः स्मर्तव्या । “ उपदेशादिना किञ्चित् कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः । । ” ( यो. सा. ५ / २९) इति योगसारकारिका नैव विस्मर्तव्या। स्वोपदेशपरिणामप्राधान्यत एव चित्तवृत्तेः अन्तर्मुखत्वसम्भवः ।
કહ્યું “તું
षष्ठ-सप्तमगुणस्थानकाऽवस्थापरिपाकोत्तरं शासनप्रभावना - सङ्घसेवा-गच्छसञ्चालन-समुदाय- णि व्यवस्थाद्यावश्यकप्रवृत्तिः निजवर्त्तमानभूमिकौचित्येन स्वशक्ति- पुण्याद्यनुसारेण अवश्यमेव कर्तव्या का સ્થળે પરોપકારના નામ હેઠળ અહંકાર-મહત્ત્વાકાંક્ષા-કર્તૃત્વભાવ-બહિર્મુખતા વગેરેને જ પોષવાનું વલણ જીવનમાં કામ કરી રહ્યું હોય-આવી સંભાવના પ્રબળ છે. દા.ત. પોતાનાથી પ્રતિબોધ પામેલો મુમુક્ષુ બીજા પાસે દીક્ષા લે તો તેવા સ્થળે પોતાની પ્રસન્નતા ટકે છે કે નહિ ? તેના દ્વારા પોતાની પરોપકારભાવના પોકળ હતી કે પારમાર્થિક ? તેનો સાચો અંદાજ આવી શકે. આરાધનાપતાકા પયજ્ઞામાં શ્રીવીરભદ્રસૂરિજીએ પણ કહેલ છે કે ‘સળગતા પોતાના ઘરને પણ પ્રમાદથી જે બૂઝાવવાને ઈચ્છતો નથી, તે બીજાના ઘરની આગને બૂઝાવવાને ઈચ્છે છે - તેવી શ્રદ્ધા કઈ રીતે કરવી ?' આ વાતને યાદ કરીને ‘મિથ્યાત્વની આગથી સળગતા પોતાના આતમઘરને ઉપદેશકે સૌપ્રથમ ઠારવું જોઈએ' - એવો અહીં આશય છે.
–
N/ જાતને ઉપદેશ આપવાની કળા કેળવીએ
(સવ.) તે માટે સૌપ્રથમ પોતાના જ આત્માને પ્રતિબોધવો જોઈએ. બાકી સ્વયં જડ-મૂર્ખ થવાની સમસ્યા સર્જાય. આ અંગે આત્માવબોધ કુલકમાં જણાવેલ છે કે ‘કેટલાક લોકો પોતાની જાતને સમજાવતા સુ નથી અને બીજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તે પણ જડ છે.’ યોગસારની પણ એક કારિકા અહીં ભૂલવી નહિ. ત્યાં જણાવેલ છે કે ‘ઉપદેશ વગેરે દ્વારા બીજાને કોઈ પણ રીતે કાંઈક ધર્મક્રિયા વગેરે કરાવી શકાય છે. પરંતુ પોતાના આત્માને સ્વહિતમાં જોડવો એ તો મુનિઓના ઈન્દ્ર (આચાર્યાદિ !) માટે પણ દુષ્કર છે.' ખરેખર સ્વજાતને સમજાવવી અઘરી છે. પરંતુ સ્વજાતને સમજાવવાનો-સુધા૨વાનો ભાવ મુખ્ય રાખીએ તો જ વૃત્તિ-પરિણતિ અન્તર્મુખી થાય. બીજાને સમજાવવાનો ભાવ મુખ્ય રાખવામાં તો પરિણતિ બહિર્મુખી જ થાય ને ! આ વાત ધર્મોપદેશકે ગંભીરતાથી વિચારવી. સામાયિકની યથાર્થ ઓળખાણ
(ષષ્ઠ.) તથા છઠ્ઠા-સાતમા ગુણઠાણાને સ્પર્શવાની, તેમાં ટકી રહેવાની આત્મદશા પરિપક્વ બને પછી શાસનપ્રભાવના, સંઘસેવા, ગચ્છસંચાલન, સમુદાયવ્યવસ્થા વગેરે આવશ્યક પ્રવૃત્તિ પોતાની વર્તમાન ભૂમિકાને ઉચિત હોય તે રીતે, પોતાની શક્તિ, પુણ્ય, સંયોગ વગેરે મુજબ, અવશ્ય ભાવનાજ્ઞાનીએ કરવી જ જોઈએ. ભાવનાજ્ઞાની નિગ્રંથ અનાસક્ત ચિત્તથી આવી ઉચિત પ્રવૃત્તિ કરે છે. કારણ કે 1. માત્માનમ્ ગવોધયત્તઃ પરં વિવોધયન્તિ વિત્, તેવિ નકારા