Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५६५
૨૬/૭
० तत्त्वज्ञानं शुद्धद्रव्यदृष्टिसम्पादकम् । प्रकृते - “इति शुद्धमतिस्थिरीकृतापरवैराग्यरसस्य योगिनः। स्वगुणेषु वितृष्णताऽऽवहं परवैराग्यमपि प પ્રવર્તતા” (મ.સા.૭૨૨), “વિપુદ્ધિ-પુના -વીર-પ્રવાડડશીવિષમુદ્યમ્બયા ન માય વિરજીતसामनुषङ्गोपनताः पलालवत् ।।” (अ.सा.७/२३), “कलितातिशयोऽपि कोऽपि नो विबुधानां मदकृद् गुणव्रजः। । अधिकं न विदन्त्यमी यतो निजभावे समुदञ्चति स्वतः ।।” (अ.सा.७/२४) इति अध्यात्मसारकारिका स भावनीयाः। ___ इत्थञ्च गुणवैराग्यबलेन भावनिर्ग्रन्थः निजगुण-पर्यायान् शुद्धतया सानुबन्धतया च परिणामयतितराम् । प्रवचनप्रभावना-परोपकारादिनाम्ना निजगुण-शक्ति-लब्धि-सिद्धि-समृद्धि-पुण्य-चमत्कारादि- . प्रदर्शनतो महत्त्वाकाङ्क्षाद्यावर्ते स नैव निमज्जति, निजानन्दस्य स्वाधीनत्व-सहजत्व-शुचित्व-शुद्धत्व -शाश्वतत्वाऽनन्तत्वविज्ञानात् । इदं तत्त्वज्ञानमेव परवैराग्यद्वारा शुद्धद्रव्यदृष्टिसम्पादकतया प्रवरा- का કરવી. ત્યાં શ્રીમહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “આ પ્રમાણે શુદ્ધમતિ દ્વારા અપરવૈરાગ્યનો = વિષયવૈરાગ્યનો રસ-પરિણામ સ્થિર કરનાર યોગીને પોતાના ગુણો (ઉપલક્ષણથી શક્તિ, લબ્ધિ વગેરે) ઉપર વિરક્તતાને લાવનાર પરવૈરાગ્ય = શ્રેષ્ઠવૈરાગ્ય (= ગુણવૈરાગ્ય) પણ પ્રગટે છે. વિપુલ ઋદ્ધિ (મન:પર્યવજ્ઞાન), પુલાક લબ્ધિ (= જિનશાસનશત્રુ એવા ચક્રવર્તીને સૈન્ય સહિત ચૂરી નાખવાની શક્તિ), ચારણલબ્ધિ (જંદાચારણ-વિદ્યાચારણ આ બે ભેદવાળી આકાશગામિની લબ્ધિ), અતિઉગ્ર આશીવિષલબ્ધિ (= શાપ આપવા માત્રથી બીજાને ખતમ કરવા માટે સમર્થ એવી શક્તિ) વગેરે પ્રગટેલી શક્તિઓ વિરક્તચિત્તવાળા યોગીને મદ માટે થતી નથી. અનાજની ખેતીમાં પ્રાસંગિક ઉગેલા ઘાસ જેવી તે શક્તિઓ મોક્ષસાધનામાં પ્રાસંગિકપણે મળે છે. પોતાના આ ગુણોના, શક્તિઓના, લબ્ધિઓના સમૂહનો પ્રભાવ યોગીઓએ જાણેલ હોય છે, તો પણ તે તેમને મદ કરાવતો નથી. કારણ કે પોતાનો અનંત આનંદમય નું ચૈતન્ય પ્રભાવ સ્વતઃ પ્રગટ થતાં યોગીઓ પોતાના કરતાં ગુણ-શક્તિ વગેરેના સમૂહને ચઢિયાતો માનતા નથી.” આશય એ છે કે “સર્જનહાર કરતાં સર્જન ચઢિયાતું ન હોય. મારા અનંત આનંદમય પરમશાંત , શાશ્વત ચૈતન્યસ્વરૂપ આગળ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પુલાક લબ્ધિ વગેરે નશ્વર અપૂર્ણ શક્તિઓ પાંગળી છે, માયકાંગલી છે' - આવો પરિણામ યોગીના અંતરમાં જીવંત હોવાથી પ્રગટ થયેલ ગુણ છે. -શક્તિ-લબ્ધિ વગેરેનો વૈભવ તેમને છકાવી દેતો નથી, બહેકાવતો નથી.
) બાહ્ય મૂલ્યાંકન ન કરીએ, ન કરાવીએ ) (ત્યષ્ય.) આ રીતે પરવૈરાગ્યના = ગુણવૈરાગ્યના બળથી ભાવનિર્ઝર્થી પોતાના ગુણ-પર્યાયોને શુદ્ધસ્વરૂપે સાનુબંધપણે પરિણાવવાની દિશામાં મહાલતા હોય છે. પરંતુ “શાસનપ્રભાવના, પરોપકાર વગેરે નામથી નિજ ગુણનું પ્રદર્શન, શક્તિ પ્રદર્શન, લબ્ધિ પ્રદર્શન, સિદ્ધિ પ્રદર્શન, સમૃદ્ધિ પ્રદર્શન, પુણ્ય પ્રદર્શન, ચમત્કાર પ્રદર્શન વગેરેના માધ્યમે લોકોમાં મને સૌથી વધુ મહત્ત્વ મળે' - એવી ઘેલછાના વમળમાં તે ડૂબતા નથી. કારણ કે “પોતાનો આનંદ (a) સ્વાધીન છે, (b) સહજ = સ્વાભાવિક છે, (C) પવિત્ર છે, (d) શુદ્ધ છે, (૯) શાશ્વત છે, (f) કદી ખૂટે નહિ, ઘટે નહિ તેવો છે' - આ બાબતની પૂરેપૂરી પાકી સમજણ તેમની પાસે હોય છે. આ સમજણ એ જ તત્ત્વજ્ઞાન છે. તે જ લબ્ધિ, સિદ્ધિ,