Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
२५५२
• राग: अनुपास्यः રાગ મારા માટે ભોગવવા યોગ્ય નથી. મારે રાગપરિણામને ભોગવવો નથી. વીતરાગ એવા મને રાગનો ભોગવટો શોભે નહિ. વીતરાગી એવો હું વાસ્તવમાં રાગને ભોગવી શકતો પણ નથી.
જ રાગ ઉપાસ્ય નથી (૬) રાગ એ મારો સ્વભાવ નથી. એ તો રાગમોહનીય કર્મના પુગલોનો સ્વભાવ છે. મારે તેની સાથે શું લેવા-દેવા ? (૭) રાગ એ મારું સ્વરૂપ પણ નથી જ. (૮) રાગ એ મારો ગુણધર્મ પણ નથી. (૯) રાગ મારે સેવવા-પોષવા યોગ્ય પણ નથી. ઉત્તમ દ્રવ્યો વગેરે ધરવા દ્વારા રાગની સેવા-ચાકરી મારે શા માટે કરવી ? એ રીતે મારે શા માટે રાગને પોષવો ? (૧૦) રાગ-કામરાગ -કામદેવ મારે ઉપાસવા યોગ્ય નથી. તે મારા માટે ઉપાસ્ય-આરાધ્ય-ઈષ્ટદેવ નથી. મારા આરાધ્ય -ઉપાસ્ય તો દેવાધિદેવ વીતરાગ તીર્થંકર પરમાત્મા છે. નિશ્ચયથી તો મારું શુદ્ધ વીતરાગ ચૈતન્યસ્વરૂપ એ જ મારા માટે ઉપાસ્ય છે, આરાધ્ય છે. રાગ સાથે તો આભડછેટ જ સારી.
રાગ ભચંકર શત્રુ 4 (૧૧) રાગ એ મારો ભરોસાપાત્ર મિત્ર નથી. રાગનો વિશ્વાસ કરી ન શકાય. તેના ઉપર મદાર બાંધી ન શકાય. રાગ તો સૌથી મોટો ઠગ છે, મારો ભયંકર દુશમન છે. બહારથી મિત્ર તરીકે જણાવા
છતાં મારું અત્યંત અહિત કરનાર તે રાગ જ છે. (૧૨) રાગ એ મારા માટે સુખસ્વરૂપ નથી. રાગ સ કોઈના પણ માટે પરમાર્થથી સુખરૂપ નથી. વાસ્તવમાં એ દુઃખરૂપ જ છે, પીડારૂપ જ છે. (૧૩)
રાગ એ મારા ભાવી સુખનું પણ સાચું સાધન નથી. પરમાર્થથી કોઈના પણ સાચા સુખનું તે સાધન Cી બનતું નથી. રાગ એ તો આગ છે આગ. તે દઝાડનાર છે, બાળનાર છે, ઠારનાર નથી. (૧૪)
તેથી જ રાગ પ્રગટે એમાં મારા આત્માને કોઈ લાભ નથી. મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવનો લાભ એ શું જ સાચો લાભ છે. નિજ શુદ્ધસ્વભાવના આવિર્ભાવથી ચઢિયાતો કોઈ લાભ મારા માટે છે જ નહિ. રાગ મારા માટે વર્તમાન કાળે તો લાભસ્વરૂપ નથી જ. પરંતુ (૧૫) મારા ભાવી લાભનું પણ સાધન તે નથી. રાગથી મને લેશ પણ લાભ થવાનો નથી. સમ્યગ્દર્શનાદિનો લાભ રાગથી નહિ પણ વીતરાગી ચૈતન્યસ્વરૂપનું આલંબન લેવાથી જ થાય છે. રાગ તો એકાત્તે નુકસાનકારક જ છે. એવા રાગમાં મારે શું જોડાવાનું કે તણાવાનું ? રાગમાં તણાવાની ભ્રમણાનો ભોગ મારે શા માટે થવું?
જ રાગ આત્માનું અપલક્ષણ છે (૧૬) રાગ એ મારું પોતીકું લક્ષણ-સ્વલક્ષણ-અસાધારણલક્ષણ નથી. પરંતુ તે મારું અપલક્ષણ છે, કુલક્ષણ જ છે. (૧૭) રાગ મારા સંપર્કમાં જ નથી. ત્રણ કાળમાં હું પણ રાગના સંપર્કમાં આવ્યો જ નથી. મારી સાથે રાગ બંધાયેલ નથી કે જોડાયેલ નથી. તથા રાગની સાથે હું બંધાયેલ નથી કે જોડાયેલ નથી. મૂળ સ્વભાવે વીતરાગી એવા મારે રાગની સાથે વળી શું સંબંધ હોય ? બિલકુલ નહિ. વીતરાગીને રાગ સાથે કયો સંબંધ હોય ? કોઈ જ નહિ. સર્પ અને નોળીયાની જેમ કે અંધકાર અને સૂર્ય વગેરેની જેમ, રાગ અને મારી વચ્ચે વિરોધસૂચક વધ્ય-ઘાતકભાવ સંબંધ, સહઅનવસ્થાન કે પરસ્પર પરિહાર સંબંધ હોઈ શકે. મારા વીતરાગ ચૈતન્યસ્વરૂપમાં હું પૂરેપૂરો ખીલી જાઉં એટલે અનુભવાતા રાગે વિદાય લીધે જ છૂટકો. (૧૮) રાગ એ મારું શરણ નથી. મને બચાવવાની તાકાત રાગમાં જરા પણ નથી. (૧૯) રાગ એ મારી શક્તિ નથી. રાગ લેશ પણ આત્મશક્તિસ્વરૂપ નથી. (૨૦) રાગ એ મારી પરિણતિરૂપ નથી. રાગ એ આત્મપરિણતિ સ્વરૂપ બને એ ત્રણ કાળમાં શક્ય જ નથી.