Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
_?૬/૭
२५५०
• आत्मा अनस्तचेतनसूर्यः ૫ નિવાસસ્થાનમ્, (૨) પરબ્રહ્મમવનમ્, (૧૦) વત્તશ્રીનિવેતનમ્, (99) સનસ્તવેતનસૂર્ય, (૧૨) रा स्वाधीनाऽनन्तसामर्थ्याऽऽश्रयः, (१३) धवलविश्रान्तिगृहम्, (१४) अनन्तशुद्धिप्रासादः, (१५) स्वाभाविकसमतानिधानम्, (१६) निर्मलगुणगेहञ्च' इत्येवं दृढतरम् एकाग्रतया भावयितव्यम्।
(૯) હું પરંબ્રહ્મનું ઘર છું. અબ્રહ્મ મને સ્પર્શતું જ નથી. શબ્દબ્રહ્મથી પણ હું ન્યારો છું.
(૧૦) હું કેવલજ્ઞાનલક્ષ્મીનું પણ ઘર છું. અજ્ઞાન-અશુદ્ધજ્ઞાન-અલ્પજ્ઞાન-ઈન્દ્રિયજ્ઞાન-નશ્વરજ્ઞાન એ મારું મૂળભૂત સ્વરૂપ નથી. હું તો શુદ્ધ-સંપૂર્ણ-અતીન્દ્રિય-શાશ્વત એવી કેવળજ્ઞાનલક્ષ્મીનો સ્વામી છું.
છે આત્મા એટલે અનાસ્ત ચેતન સૂર્ય છે (૧૧) હું અનસ્ત ચેતન સૂર્ય છું. સૂર્ય જેમ પ્રકાશનું ઉદ્ગમસ્થાન છે, તેમ હું ચૈતન્યપ્રકાશનું આદ્ય ઉદ્ગમસ્થાન છું. હું શુદ્ધ ચૈતન્યનો મૂળ સ્રોત છું. સૂર્યમાં અંધારાને અવકાશ નથી, તેમ મારામાં અજ્ઞાનના અંધારાને બિલકુલ સ્થાન નથી. પ્રહણ સમયે પણ સૂર્ય પોતાના મૌલિક સ્વરૂપે તો પ્રકાશમાન જ છે, પ્રકાશમય જ છે. તે જ રીતે કર્મસ્વરૂપ રાહુ દ્વારા આત્માનું વ્યવહારથી ગ્રહણ થાય ત્યારે પણ હું મારા મૂળભૂત સ્વરૂપે તો ચૈતન્યપ્રકાશમય છું, શુદ્ધ ચેતનાથી ઝળહળતો જ છું. સૂર્ય ક્યારેય અંધારાને સ્પર્શે જ નહિ, તેમ હું પણ ક્યારેય અજ્ઞાન-જડતા-અશુદ્ધિને બિલકુલ સ્પર્યો જ નથી.
રાક આત્મા = અનંતશક્તિનો આશ્રય જ (૧૨) હું અનંત શક્તિનો આશ્રય છું. હું નમાલો નથી, અશક્ત નથી, સામર્થ્યશૂન્ય નથી, નામદ એ નથી, બાયેલો નથી, બીકણ નથી, ગભરુ નથી. મારી શક્તિઓ પણ સ્વાધીન છે, પરાધીન નથી. શક્તિ
મેળવવા માટે મારે ઔષધ-દવા-ટોનિક-ઈજેક્શનના શરણે જવાની જરૂર નથી. ઔષધિ વગેરે તો શારીરિક Tી શક્તિ આપે. હું તો અનંત-અનંત આત્મિક શક્તિનો, અમાપ આધ્યાત્મિક સામર્થ્યનો ભંડાર છું.
# આત્મા = ધવલવિશ્રાનિઘર સ (૧૩) હું સ્વયં ધવલ વિશ્રાન્તિગૃહ છું. મારે દોડધામ કરવાની, ઉધામા નાખવાની, રખડપાટ કે રઝળપાટ કરવાની બિલકુલ આવશ્યકતા નથી. આ દેહાદિપુદ્ગલોની ધમાલચકડી-દોડધામ વગેરે સાથે મારે કાંઈ લેવા-દેવા નથી. હું તો મારા જ ધવલ આતમઘરમાં અનાદિ કાળથી શાંતિથી વિશ્રાન્તિ કરી રહ્યો છું.
આ અનંત શુદ્ધિનો રાજમહેલ = આત્મા છે (૧૪) હું અનંતાનંત શુદ્ધિનો રાજમહેલ છું. અશુદ્ધિને-મલિનતાને મારામાં જરાય અવકાશ નથી. અનુભવાતી અશુદ્ધિઓ કર્મના ઘરની છે, પુદ્ગલના ઘરની છે. મારે તેની સાથે કાંઈ જ લાગતું -વળગતું નથી. મારું આંતરિક લાગણીતંત્ર આત્મમહેલમાં પ્રવેશવા સમગ્રપણે ઉછળી રહ્યું છે.
(૧૫) હું કૃત્રિમ નહિ પણ સ્વાભાવિક સમતાનો અક્ષય ખજાનો છું. મમતા-વિષમતાનો અંશ પણ મારામાં નથી જ.
(૧૬) હું નિર્મળ ગુણોના ઢગલાની હવેલી છું. દોષોના પડછાયાને પણ હું ત્રણ કાળમાં કદાપિ સ્પર્યો નથી, સ્પર્શતો નથી, સ્પર્શવાનો પણ નથી. દોષો તો દ્રવ્ય-ભાવ કર્મોની પેદાશ છે. તે મારું કાર્ય નથી. હું તો શાશ્વત ગુણોનો ભંડાર છું. મારા ગુણોને ઔદયિકાદિ ભાવની મલિનતા સ્પર્શતી પણ નથી. સ્પૃહા -પ્રસિદ્ધિ-ભૂખ-મહત્ત્વાકાંક્ષાદિથી મલિન થયેલા ગુણો હકીકતમાં મારા નથી. એ મારું મૌલિક સ્વરૂપ નથી. સ્પૃહા કે પ્રસિદ્ધિની ભૂખ વગેરેથી દૂષિત થયેલા પરોપકારાદિ ગુણો પરમાર્થથી ગુણસ્વરૂપ નથી. તે દોષ