Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
?૬/૭
२५४८
० अन्तरङ्गविधि-निषेधविमर्शः । प विशिष्य विधि-निषेधौ प्रतिक्षणं समनुगन्तव्यौ। तथाहि - (१) निजपरिणतिः स्वात्मतत्त्वसन्मुखीना विधेया परसन्मुखीना च प्रत्याहार्या । (२) चित्तवृत्तिप्रवाहः अतीन्द्रियाऽपरोक्षज्ञानमाहात्म्यशाली कर्त्तव्यः इन्द्रियज्ञानाच्च व्यावर्त्तनीयः। (३) ज्ञानावरण-वीर्यान्तरायादिक्षयोपशमसन्ततिः निजात्मतत्त्व
ग्रहण-संशोधनादिकृते व्यापार्या परद्रव्य-गुण-पर्यायाऽभिमुखता च अन्तःकरणतः प्रतिषेध्या। (४) श निजनिर्मलज्ञायकतत्त्वम् अपरोक्षतया सततं ज्ञातव्यम्, ज्ञायमानं च बाह्यवस्तु अत्यन्तम् उपेक्षणीयम् । क (५) स्वशुद्धात्मगोचरा आदर-बहुमान-रुचि-प्रीति-श्रद्धा-भक्ति-विविदिषादिभावा आविर्भावनीयाः पर- वस्तु-निजाऽशुद्धवस्तुगोचराश्चाऽऽदरादिभावाः सर्वथा त्यक्तव्याः।
इत्थं निजाऽभ्यन्तरपरिणामगोचरविधि-निषेधपालनोत्तरकालञ्च निजनिर्मलस्वभावलाभकृतेऽनवरतम्
(૧) પોતાની પરિણતિને નિજ આત્મતત્ત્વની સન્મુખ કરવી, મોક્ષમાર્ગાભિમુખી બનાવવી એ આંતરિક વિધિ તથા પરસમ્મુખ પોતાની મલિન પરિણતિનો પ્રત્યાહાર કરવો એ આંતરિક નિષેધ.
(૨) પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને ઉછળતા ઉલ્લાસ-ઉમંગથી નિજાનંદમય અતીન્દ્રિય અપરોક્ષ જ્ઞાન તરફ વાળવો, તેને નિર્મળ-નિર્લેપ જ્ઞાનના મહિમાથી ભાવિત કરવો, જ્ઞાનમાહાસ્યવાળો કરવો એ આંતર વિધિ. તથા ઈન્દ્રિયજ્ઞાનથી તેને ઝડપથી પાછો વાળવો એ આંતર નિષેધ.
(૩) જ્ઞાનાવરણ અને વર્યાન્તરાય વગેરે કર્મના ક્ષયોપશમની ધારાને નિજાત્મતત્ત્વ તરફ વહેવડાવવી, સ્વાત્માના જ નિરીક્ષણ-પરીક્ષણ-સંશોધનાદિ માટે વાપરવી એ તાત્ત્વિક વિધિ. તથા પારકા દ્રવ્ય-ગુણ -પર્યાયની સન્મુખ વળેલ જ્ઞાન-શક્તિપ્રવાહનો અંત:કરણથી ઈન્કાર કરવો એ તાત્ત્વિક નિષેધ.
(૪) કેવળ જાણનાર તત્ત્વને, પોતાના નિર્મળ જ્ઞાયક તત્ત્વને અપરોક્ષપણે સાક્ષાત્ સતત જાણવું એ પારમાર્થિક વિધિ. “ખરેખર સ્વભિન્ન અન્ય વસ્તુને હું જાણતો જ નથી' – તેમ અંતરથી સ્વીકારીને થી બહારમાં જે કાંઈ વસ્તુ જણાઈ રહેલ છે, બાહ્ય જે કાંઈ વસ્તુ જ્ઞાનમાં પ્રતિભાસિત થઈ રહી છે,
તેની અત્યન્ત ઉપેક્ષા-અવગણના કરવી એ પારમાર્થિક નિષેધ. રસ (૫) સ્વને ભાવ-આદરભાવ આપવો એ અત્યંતર વિધિ. પોતાના જ શુદ્ધ આત્માનું બહુમાન
-સન્માન, પોતાના જ નિર્મળ આત્મતત્ત્વની રુચિ-પ્રીતિ-શ્રદ્ધા-ભક્તિ, પોતાના જ નિર્મળ ચેતનતત્ત્વનો ઉલ્લસિતભાવે અનુભવ કરવાની તીવ્ર તડપન એ વિધિ. મતલબ કે બહુમાન-રુચિ-પ્રીતિ વગેરે બધાં જ નિર્મળ ભાવો પોતાના શુદ્ધાત્માને આપવા એ અત્યંતર વિધિ. તથા પરવસ્તુને = પારકા દ્રવ્ય -ગુણ-પર્યાયને અને પોતાના જ અશુદ્ધ-પાધિક એવા દ્રવ્ય-ગુણ-પર્યાયને આદરાદિ ભાવ આપનાર પરિણામનો સર્વથા નકાર-ઈન્કાર-ત્યાગ કરવો એ અત્યંતર નિષેધ. આ રીતે પોતાના અંતરના પરિણામમાં વિધિ-નિષેધને પ્રતિપળ લાગુ પાડવાથી આત્માર્થીમાં પ્રબળ ભાવવિશુદ્ધિ જન્મે છે.
# સોળ પ્રકારે નિજરવરૂપનો વિચાર « (બ્લ્યુ) આ રીતે પોતાના આંતરિક પરિણામને વિશે વિધિ-નિષેધનું સતત પાલન કર્યા પછી પોતાના નિર્મળ સ્વભાવને મેળવવા માટે સાધકે એકાન્ત સ્થાનમાં રહીને આદ્રતા, ગંભીરતા, વિરક્તતા, શાંતતા, અંતર્મુખતા વગેરે પરિણામોથી ચોતરફ વ્યાપ્ત થયેલા ચિત્ત વડે દઢતા સાથે, પોતાનું સમગ્ર અસ્તિત્વ