Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५५४ ० रागाधुच्छेदोपायविमर्श: 0
૨૬/૭ प -'द्वेषाऽऽकुलता-व्याकुलता-विषय-कषाय-रत्यरति-हर्ष-शोक-साताडेसात-द्रव्यकर्म-सहजमलादिभावकर्म श- नोकर्म-करणाऽन्तःकरण- भाषण- चेष्टा- सङ्कल्प-"विकल्प- विचार-वितर्का ऽन्तर्जल्प- लेश्या- योग
છે. હું સ્વાવલંબન છું, અનાલંબન છું. (૩૦) રાગ ચૈતન્યમય નથી, ચૈતન્યપ્રચુર નથી, ચૈતન્યનિર્મિત નથી. રાગ તો કેવલ કર્મપુદ્ગલમય જ છે, પૌદ્ગલિક જ છે. પુદ્ગલનિર્મિત જ છે.
L) તમામ રાગ અસાર-અશુચિ-અનિત્ય ) (૩૧) તમામ પ્રકારના રાગ અસાર છે, તુચ્છ છે. રાગમાં કાંઈ સાર નથી, દમ નથી, માલ નથી. રાગ નીરસ અને વિરસ છે. બધો રસ-કસ મારા વીતરાગ ચૈતન્યસ્વભાવમાં જ ઠાંસી-ઠાંસીને ભરેલો છે. તેથી હવે મારે રાગસન્મુખ થવું જ નથી. (૩૨) રાગ શુચિ નથી, પવિત્ર નથી. પરમ શુચિતા-પવિત્રતા-શુદ્ધતા તો મારા વીતરાગ ચૈતન્યસ્વભાવમાં જ ભરેલી છે. (૩૩) રાગ શાશ્વત પણ નથી. તે નશ્વર છે. મારું ચેતનતત્ત્વ શાશ્વત છે. નાશવંત રાગના ભરોસે મારો અનંત કાળ શી રીતે પસાર થશે ? માટે મારા નિત્ય વીતરાગસ્વરૂપનો જ હું આશ્રય કરું. (૩૪) રાગ દુર્લભ ચીજ નથી. દરેક ભવમાં એ ભટકાય જ છે. ચારેય ગતિમાં રાગ સુલભ છે. પશુસુલભ રાગને વળગવામાં મારી શી મોટાઈ ? રાગને કરવો-મેળવવો-ભોગવવો એ પ્રવૃત્તિ નિશ્ચયથી તો ભ્રમણા છે, વ્યવહારથી પશુચેષ્ટા
છે. એવા રાગથી મારે સર્યું. (૩૫) રાગનું પરિણામ દારુણ છે. રાગનું કાર્ય ભયાનક છે. રાગનો 21 વિપાક રૌદ્ર છે. રાગની ચાલ સારી નથી. મીઠા દેખાતા રાગના ફળ કડવા જ છે, મીઠા નથી, સારા 3 નથી. તો પછી મારે શા માટે રાગના પનારે પડવું. શા માટે મારે રાગ ઉપર મુસ્તાક બનીને ફરવું? વા રાગાંધતા-રાગાધીનતા-રાગમયતા એ જીવોની મજબૂરી છે, મગરૂરી નહિ. મૂળભૂત સ્વરૂપે હું રાગથી
જુદો જ છું, છૂટો જ છું, વીતરાગ જ છું. મારા વીતરાગ ચૈતન્યસ્વરૂપનું મારે ખૂન કરવું નથી. મારે સ વીતરાગરૂપે જ પરિણમવું છે. મારે વીતરાગ સ્વરૂપની જ સતત અનુભૂતિ કરવી છે.”
- કે રાગ પ્રત્યે પડકાર છે. કાયોત્સર્ગાદિમાં રહીને સતત આવી ભાવના અત્યંત દઢપણે કરવી. તેનાથી રાગ પ્રત્યેનો નિષેધભાવ અંદરમાં ઘૂંટાય છે. રાગ પ્રત્યે ઈન્કારનો પરિણામ મજબૂત થાય છે. રાગ પ્રત્યે આ પડકારનો પરિણામ છે. તેનાથી રાગગ્રંથિ શિથિલ થાય છે, રાગ દબાય છે. કમરમાં કડીયાળી ડાંગ પડે અને મણકો તૂટી જાય પછી પહેલવાન દેખાતો પણ માણસ જેમ ઉઠી શકતો નથી, તેમ ઉપરોક્ત ૩૫ પ્રકારે રાગ પ્રત્યે નકારનો ભાવ કરવાથી રાગમલ્લ પણ આત્મા સામે બળવો કરવા સમર્થ બની શકતો નથી.
– ૨૧૦૦ પ્રકારે નિષેધ પરિણતિ ; (૧) રાગની જેમ, (૨) દ્વેષ, (૩) આકુળતા, (૪) વ્યાકુળતા, (૫) વિષય, (૬) કષાય, (૭) રતિ, (૮) અરતિ, (૯) હર્ષ, (૧૦) શોક, (૧૧) શાતા, (૧૨) અશાતા, (૧૩) જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ, (૧૪) સહજમળ વગેરે સ્વરૂપ ભાવકર્મ, (૧૫) શરીરાદિ નોકર્મ, (૧૬) પાંચ ઈન્દ્રિય, (૧૭) મન, (૧૮) ભાષણ, (૧૯) ચેષ્ટા-ગમનાગમનાદિ પ્રવૃત્તિ, (૨૦) “આમ કરું – તેમ કરું” ઈત્યાદિસ્વરૂપ સંકલ્પ, (૨૧) “આમ ઠીક થયું. પેલું બરાબર ન હતું...” ઈત્યાદિસ્વરૂપ વિકલ્પ, (૨૨) આડા-અવળા વિચાર, (૨૩) તર્ક-વિતર્ક-કુતર્ક, (૨૪) અન્તર્જલ્પ-બબડાટ, (૨૫) કૃષ્ણ-નીલ વગેરે છે વેશ્યા, (૨૬)