Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
? ૬/૭
० मण्डूकभस्मन्यायेन दोषदहनदर्शनम् । २५४५ सिध्यति । ततश्च मण्डूकभस्मन्यायेन दोषाः प्राचुर्येण समूलं दह्यन्ते, गुण-दोषगोचरगुरु-लाघवचिन्ता -Bनिजात्मशुद्धिगोचरप्रबलप्रणिधान-यतनाद्युपेतदृढप्रवृत्त्यादिसद्भावात् ।।
एवमेव ध्यानाडुत्तरकालमपि सर्वत्र सततं निजस्वरूपानुसन्धानमविच्छिन्नतामापद्यते, अन्यथा रा खण्डशः निजस्वरूपोपासनालक्षणः धर्मपुरुषार्थः स्यात्, न त्वखण्डरूपेण परिपूर्णरूपेण च मोक्षपुरुषार्थः। म खण्डशः धर्मपुरुषार्थबलेन समग्रतया रत्नत्रयनिष्पत्तिः न स्यात् । स्वल्पधर्मपुरुषार्थेनाऽपि श्रान्तोऽयं ई जीवोऽनेकशः आत्मसाधनामार्गाद् व्यावृत्त्य पुनरपि रागादिमूढतया भववने विविधभयभीमे भ्रान्तः। ग्रन्थिदेशमागत्याऽपि ग्रन्थिं निबिडीकृत्य भवाब्धौ ब्रूडितः। अस्मिन् भवे पुनरपि एवं न स्यात् तथाऽवधातव्यमात्मार्थिना।
भावनिर्ग्रन्थस्य तु तादृशाऽऽत्मस्वरूपाऽनुसन्धानाऽविच्छेदबलेनैव भिक्षाटनादिक्रियाकालेऽपि का आत्मध्यानम् अव्याहतमेव । इदमेवाऽभिप्रेत्य अध्यात्मसारे “देहनिर्वाहमात्रार्था याऽपि भिक्षाटनादिका । છે. દેડકાની રાખ થાય તેમ દોષો અહીં પ્રચુર પ્રમાણમાં ભસ્મીભૂત થતા જાય છે. કેમ કે ગુણ-દોષ અંગે લાભ-નુકસાનની વિચારણા, આત્મશુદ્ધિનું પ્રબળ પ્રણિધાન તથા જયણા, વિધિ વગેરેથી યુક્ત દઢપ્રવૃત્તિ વગેરે ત્યારે ત્યાં હાજર હોય છે.
a થોડોક ધર્મપુરુષાર્થ કરીને અટકીએ નહિ ? | (વ.) ઉપરોક્ત સઘળી પ્રક્રિયાના પ્રભાવે જ ધ્યાનાદિ પૂર્ણ થયા બાદ પણ સર્વત્ર સતત પોતાના શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન અખંડપણે ટકી રહે છે. જો ઉપરોક્ત રીતે મોક્ષમાર્ગે સાધક આગળ ન વધ્યો હોય તો પોતાના સ્વરૂપની ખંડશઃ ઉપાસના કરવા સ્વરૂપ ત્રુટક-ત્રુટક ધર્મપુરુષાર્થ થાય. પરંતુ અખંડપણે અને પરિપૂર્ણપણે મોક્ષપુરુષાર્થ ન થાય. ત્રુટક-ત્રુટક અને છુટક-છુટક ધર્મપુરુષાર્થ કરવાના બળથી આપણું , મુખ્ય કાર્ય સિદ્ધ ન થાય, સમગ્રપણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થાય. પૂર્વે અનેક વાર આ જીવ થોડોક ધર્મપુરુષાર્થ કરીને પણ થાકી ગયો. થોડી સાધના કરીને “મેં ઘણી સાધના કરી’ - આવી ભ્રાન્તિથી ની જીવ સાધનામાર્ગથી પાછો વળી ગયો. તથા ફરીથી રાગાદિ વિભાગ પરિણામોમાં મૂઢ બનીને, જન્મ -રોગ-ઘડપણ-મોત-દુર્ગતિ વગેરે અનેક પ્રકારના ભયાનક ઉપદ્રવોથી રૌદ્ર બનેલા ભવવનમાં ઘણું ભટકેલ છે. ગ્રંથિદેશ પાસે આવીને પણ આ જીવ ઢીલો પડી ગયો અને મોહદશામાં અટવાઈને રાગાદિગ્રંથિનો ભેદ કરવાને બદલે ગ્રંથિને મજબૂત કરી બેઠો. આ રીતે ભવસાગરના કિનારે આવેલા જીવને પણ મોહના મોજા તાણીને ભવસાગરમાં ડૂબાડી દે છે. આ ભવમાં ફરીથી આવું ન બની જાય તે માટે આત્માર્થીએ સાવધાન રહેવું. પ્રભુપ્રસાદથી હવે ઝડપથી અખંડ-પરિપૂર્ણ મોક્ષપુરુષાર્થનું મંગલાચરણ કરીએ.
ભિક્ષાટનાદિ કાળે પણ આત્મધ્યાન અવ્યાહત (ભાવ) ભાવનિર્ઝન્થને તો તથાવિધ આત્મસ્વરૂપનું અનુસંધાન સતત સર્વત્ર ટકે છે. તેના બળથી જ ભિક્ષાટનાદિ કાળે પણ તેમનું આત્મધ્યાન અવ્યાહત-અખંડ જ વર્તતું હોય છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “રસગૃદ્ધિથી કે દેહઆસક્તિથી નહિ પરંતુ માત્ર શરીરનો નિર્વાહ કરવા માટે આત્મજ્ઞાનીની ભિક્ષાટનાદિ જે કોઈ પણ ક્રિયા પ્રવર્તતી