Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ ० निर्ग्रन्थदशानिरूपणम् ।
२५४३ प्रवचनप्रभावनादिप्रवृत्तिः निजशुद्धचेतनद्रव्यदृष्टिनियोजनरुचियोग-क्षेम-वृद्धिगोचरं वीर्योल्लासादिकं भूम्ना प हन्ति । ततश्च बाह्यप्रवृत्तिप्राचुर्यपरित्यागेनाऽऽत्मशुद्धिलक्ष्यत आवश्यकचारित्राद्याचारं पालयित्वा संवेदनशीलाऽन्तःकरणेन ध्येयपरमात्मप्रतिमाद्यालम्बनतो निजशुद्धपरमात्मस्वरूपभक्तिं कृत्वा निजाऽन्तःकरणस्य शान्तता-नीरवता-निर्विकल्पता-निर्विचारता-निस्तरङ्गता-ध्येयगुणमयताकृते निजनिर्मलपरमात्मतत्त्वध्यान-सहजसमाधि-कायोत्सर्गादिकं निवृत्तिप्रधानं सदनुष्ठानं समभ्यसनीयम् ।
नानानय-निक्षेप-प्रमाणैः स्व-परशुद्धाऽशुद्धद्रव्य-गुण-पर्यायपरिशीलनतो निजबुद्धेः प्रावचनिकप्रौढपदार्थपरिच्छेदपटुत्वलक्षणं सूक्ष्मत्वं प्रावचनिकप्रौढपदार्थपरिच्छेदपरायणत्वलक्षणञ्च सक्रियत्वं सम्पाद्य तदनु । दर्शितरीत्या तस्या नीरवत्वं निष्क्रियत्वञ्च प्रादुर्भावनीयम् । आदौ शास्त्राऽभ्यास-ध्यान-तपश्चर्यादिना अन्तःकरणम् एकाग्रं सात्त्विकञ्च कृत्वा पश्चाद् समता-समाध्यादिद्वारा शान्तं शुद्धञ्च कर्त्तव्यम् । के -વધારવાની બાબતમાં, વર્ષોલ્લાસાદિ પ્રાયઃ ઉછળતા નથી. કેમ કે તેવી પ્રવૃત્તિનો વળગાડ તેવા વર્ષોલ્લાસ વગેરેને હણે છે, દબાવે છે, આવરે છે. તેથી તેવી બાહ્ય પ્રવૃત્તિનો વળગાડ છોડી આત્મવિશુદ્ધિના લક્ષ્યથી આવશ્યક ચારિત્રાચારાદિને પાળી, સંવેદનશીલ હૃદયથી આપણા પરમધ્યેય એવા પરમાત્માની પ્રતિમા વગેરેનું આલંબન લઈને પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપની પરમ ભક્તિ-ઉપાસના કરવી જોઈએ. પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપને ઉછળતા ઉલ્લાસ-ઉમંગથી ભજીને આત્માર્થી સાધકે પોતાના અંત:કરણને શાંત-નીરવ -નિર્વિકલ્પ-નિર્વિચાર-નિસ્તરંગ-પ્લેયગુણમય કરવા માટે નિજશુદ્ધ પરમાત્મતત્ત્વનું ધ્યાન, સહજ સમાધિ, કાયોત્સર્ગ વગેરે નિવૃત્તિપ્રધાન સદનુષ્ઠાનનો = સાધનાનો સારી રીતે અભ્યાસ કરવો.
... તો આત્મદ્રવ્યાદિ શુદ્ધપણે પરિણમે છે (નાના) અનેક નય, પ્રચુર નિક્ષેપ અને વિવિધ પ્રમાણો દ્વારા પોતાના અને બીજાના, શુદ્ધ અને અશુદ્ધ છે એવા દ્રવ્ય-ગુણ-પર્યાયોનો ઊંડો અભ્યાસ કરવાથી પોતાની બુદ્ધિ સૂક્ષ્મ અને સક્રિય બને છે. સૂક્ષ્મબુદ્ધિ તો પારકેશ્વર પ્રવચનના પ્રૌઢ પદાર્થોનો નિર્ણય કરવામાં કુશળ હોય છે. સક્રિયબુદ્ધિ આગમોક્ત પદાર્થોનો CL નિર્ણય કરવામાં સતત ગળાડૂબ હોય છે, તત્પર હોય છે, ચપળ હોય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી બુદ્ધિને સૂક્ષ્મ અને સક્રિય કર્યા બાદ તે જ બુદ્ધિને નીરવ અને નિષ્ક્રિય કરવાની છે. તે જ રીતે સૌપ્રથમ શાસ્ત્રાભ્યાસ, ધ્યાન, તપશ્ચર્યા વગેરે વડે અંતઃકરણને એકાગ્ર અને સાત્ત્વિક કરવાનું છે. પછી તે જ અંતઃકરણને સમતા, સમાધિ, વૃત્તિસંક્ષય વગેરે સાધના દ્વારા શાંત તથા શુદ્ધ કરવાનું છે. સહજમળ, લય, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ વગેરે સ્વરૂપ ચિત્તની ઘરવખરીને ખાલી કરવાની છે, ચિત્તમાંથી બહાર કાઢવાની છે. (૧) આત્માના ચૈતન્યસ્વભાવનો વિરોધ કરનારું બળ એટલે સહજમળસ્વરૂપ ચિત્તશક્તિ. (૨) જાપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સાધનાના અવસરે નિદ્રા-તન્દ્રા વગેરે લાવે તે ચિત્તની લયશક્તિ. (૩) આશ્રવ, બંધ વગેરે હેય તત્ત્વોમાં હેયપણાની બુદ્ધિને જે આવરી દે અને સંવર-નિર્જરાદિ ઉપાદેય તત્ત્વોમાં ઉપાદેયપણાની બુદ્ધિને જે ઢાંકી દે, અટકાવી દે તે ચિત્તની આવરણશક્તિ. (૪) તથા તે જ આશ્રવ, બંધ વગેરે હેય તત્ત્વોમાં ઉપાદેયપણાની બુદ્ધિને ઉત્પન્ન કરનારી, સંવર-નિર્જરાદિ ઉપાદેય તત્ત્વોમાં હેયપણાની બુદ્ધિને ઊભી કરનારી અને અંદરમાં મિથ્યા આભાસ ઊભો કરનારી ચિત્તની વિક્ષેપશક્તિ જાણવી.