Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
• विद्याजन्मलाभविचारः ।
२४६५ इह प्रभायां सूर्यप्रभासमानः निजात्मस्वरूपावबोधः निश्चलं शुद्धात्मध्यानं सदैव प्रसूते ... (योगदृष्टिसमुच्चय-१७४) । “नेह प्रायो विकल्पाऽवसरः। प्रशमसारं सुखम् इह” (यो.दृ.स.१५ वृ.) इति व्यक्तं योगदृष्टिसमुच्चयवृत्तौ प्रभादृष्टिनिरूपणे। अनन्ताऽऽनन्दमयात्मस्वरूपप्रकाशकध्यानजत्वादेतदेव र तात्त्विकं सुखम् । तदुक्तं योगदृष्टिसमुच्चये प्रभायां “ध्यानजं तात्त्विकं सुखम्” (यो.दृ.स.१७३) इति। म इह पुण्याऽपेक्षञ्च सुखं दुःखरूपेण स्वान्तः प्रतिभासते, पराधीनत्वादिति व्यक्तं योगदृष्टिसमुच्चये से (१७३)। भवान्तराद्यारम्भकाऽनुबन्धविच्छेद-चित्तपरिणामनिश्चलतादिकं ध्यानफलरूपेण लभ्यते इति _ व्यक्तं योगबिन्दु-द्वात्रिंशिकाप्रकरणादौ (यो.बि.३६३ + द्वा.१८/२१)। श्रीहरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये । (રૂ૬૩) તા વિદ્યાનન્મતિઃ રૂદ તત્ત્વિી રેયા
___ परमात्मध्यानपरिणमनप्रकर्षाच्च शुक्लज्ञानोपयोगबलेन मोहनीयादिकर्मप्रक्षये निर्वाणपदाऽऽसन्नता का આ કારણે મિત્રા વગેરે યોગદષ્ટિઓમાં થતા સ્વાનુભવની પારદર્શકતામાં તફાવત-તરતમભાવ પડે છે.
હું તાત્વિક સુખ ધ્યાનજન્ય છે - (દ.) અહીં પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો પોતાના આત્મસ્વરૂપનો બોધ હોય છે. તે હંમેશા શુદ્ધ આત્માના નિશ્ચલ ધ્યાનને પ્રગટાવે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય સ્વોપલ્લવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પ્રભા દૃષ્ટિનું નિરૂપણ કરતાં જણાવેલ છે કે “પ્રભા દષ્ટિમાં પ્રાયઃ વિકલ્પને અવસર નથી હોતો. તેથી પ્રશમપ્રધાન સુખ અહીં હોય છે.” અનંત આનંદમય આત્મસ્વરૂપની ઝાંખી કરાવનારા ધ્યાનથી તે સુખ ઉત્પન્ન થતું હોવાથી તે જ તાત્ત્વિક સુખ છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જ પ્રભા દષ્ટિના નિરૂપણમાં આ વાત કરી છે. પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને પુણ્યસાપેક્ષ સુખ પોતાના અંતરમાં દુઃખસ્વરૂપે પ્રતીત થાય છે. કારણ કે તે પરાધીન છે, આત્મભિન્ન પુણ્યકર્મને આધીન છે. પરાધીન હોવું એ જ છે તો દુ:ખની આગવી ઓળખ છે. આ વાત યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સ્પષ્ટ કરેલ છે. પૂજ્ય રત્નવિજયજી . મહારાજે ઋષભ જિનેશ્વર સ્તવનમાં આ અંગે નીચેના શબ્દોમાં ઈશારો કર્યો છે.
સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મોક્ષ રે;
કર્મભનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ..જગગુરુ પ્યારો રે.” ધ્યાનના ફળ સ્વરૂપે પુનર્ભવની પરંપરા વગેરેનું કારણ બનનારા અશુભ અનુબંધોનો વિચ્છેદ થાય છે, સાધનામાં ચિત્તની સ્થિરતા વગેરે પ્રાપ્ત થાય છે. યોગબિંદુ, દ્વાત્રિશિકા પ્રકરણ વગેરેમાં આ બાબત સ્પષ્ટપણે જણાવેલ છે. શ્રીહરિભદ્રસૂરિજીએ બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચયમાં જે વિદ્યાજન્મની પ્રાપ્તિ જણાવી છે, તે આ અવસ્થામાં = પ્રભા દૃષ્ટિમાં તાત્ત્વિક જાણવી.
- આ શુકલજ્ઞાન ઉપયોગનો પ્રભાવ પિછાણીએ (વરમા.) પરમાત્માનું ધ્યાન અહીં પ્રકૃષ્ટ રીતે આત્મામાં પરિણમે છે. તેના લીધે યોગીમાં શુક્લજ્ઞાન ઉપયોગ જીવંત બને છે, રાગાદિશૂન્ય જ્ઞાનોપયોગ ધબકે છે, શુદ્ધોપયોગ ઉછળે છે, શુક્લધ્યાનપ્રાપક જ્ઞાનોપયોગ સક્રિય બને છે. તેના બળથી મોહનીયાદિ કર્મનો અત્યંત ઉચ્છેદ થાય છે. તેથી યોગી એકદમ મુક્તિપદની નિકટ પહોંચી જાય છે. રાગાદિમુક્ત નિજ શાશ્વત શુદ્ધચૈતન્યસ્વરૂપ તેની સામે નજરાયા